Gujarat

આગામી તા. ૨૭ એપ્રિલના રોજ ધ્રોલ ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

જામનગર તા.૨૦ એપ્રિલ, સ્વાગત કરીયાદ નિવારણ કાર્યક્રમની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલ સફળતા બાદ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ દર માસે યોજવા અંગે સૂચન કરેલ.

 

જે અન્વયે આગામી તા.૨૭-૦૪-૨૦૨૨ બુધવારના દિવસે સવારના ૧૧.૩૦ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી મામલતદાર અને એકઝીક્યુટિવ મેજિસ્ટ્રેટ ધ્રોલના અધ્યક્ષસ્થાને મામતલદાર કચેરી, ધ્રોલના મીટીંગ હોલમાં ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવશે. તા.૨૭-૦૪-૨૦૨૨ના રોજ આ કાર્યક્રમ  નિયત કરવામાં આવેલ હોય આગામી તા.૨૩ એપ્રિલ સુધીમાં અરજદારોએ અરજી મોકલી દેવાની રહેશે.

 

આ કર્યક્રમમાં પ્રશ્ન રજૂ કરવા માટે અરજદારે તાલુકા ફરીયાદ નિવારણ કાર્યક્રમના મથાળા હેઠળ મામલતદાર અને એક્ઝીક્યુટિવ મેજિસ્ટ્રેટશ્રી ધ્રોલને નીચે જણાવેલ પ્રકારની અરજીઓ પૂરતા પુરાવા સાથે મોકલી આપવાની રહેશે.

(૧) તાલુકા સ્વાગતમાં અરજી કરતા પહેલા કોઈપણ અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો તે ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી, ગ્રામસેવકને પ્રથમ અરજી કરેલી હોવી જોઈએ અને તે અરજીની તારીખે અનિર્ણિત રહેલ હોય.

(૨) તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોવી જોઈએ અને તે અરજીની તારીખે અનિર્ણિત હોય.

(૩) આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના અધિકારી ક્ષેત્રમાં આવતા પ્રશ્નોના જ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નો હોવા જોઈએ.

(૪) આ કાર્યક્રમમાં અરજદાર જાતે પોતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે.

(૫) આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે. સામુહિક રજુઆતો કરી શકશે નહીં. ધ્રોલ તાલુકાના સમગ્ર નાગરિકોએ તાલુકા સ્વાગત કાર્યક્રમનો લાભ લેવા મામલતદારશ્રી ધ્રોલ દ્વારા વિજ્ઞપ્તિ કરવામાં આવેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *