Gujarat

આગામી દિવસોમાં આવનાર બકરી ઇદના તહેવારને અનુલક્ષીને છોટાઉદેપુર જિલ્લાના તમામ નગરોમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ કરવાની સાથે સામાજિક આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજી હતી.

આગામી 10 મી જુલાઈના રોજ ઇદુલ અદહા એટલેકે બકરી ઈદ નો તહેવાર છે ત્યારે ત્યાગ અને બલિદાન નો આ પવિત્ર પર્વ કોમી એખલાસ ,ભાઈચારા ,શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવાય… શાંતિ અને સલામતી જળવાઈ રહે..કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા છોટાઉદેપુર, બોડેલી, સંખેડા, નસવાડી કવાંટ અને પાવીજેતપુર ટાઉનમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું અને સાથે આ તમામ ટાઉનના પોલીસ મથકે સામાજિક આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજી હતી.બેઠકમાં બને સમાજના સામાજિક આગેવાનો દ્વારા પોલીસને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવાની ખાત્રી આપી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220707-WA0066.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *