Gujarat

આચરણ જ શ્રેષ્ઠ છે.

ભગવાન શ્રીરામ ચિત્રકૂટમાં માતા સીતા સાથે કુટીયાની બહાર બેઠા હતા.શ્રીરામે લક્ષ્મણજીને કહ્યું કે મારા અને સીતાજી વચ્ચે એક ઝઘડો થયો છે તેનો તમે ન્યાય કરો.ભગવાન શ્રીરામે કહ્યું કે મારા ચરણ સુંદર છે અને સીતાજી કહે છે કે તેમના ચરણ સુંદર છે.તમે અમારા બંન્નેના ચરણોની પૂજા કરો છો.હવે તમે નિર્ણય કરી આપો કે કોના ચરણ સુંદર છેલક્ષ્મણજીએ કહ્યું કે આપ મને આ ધર્મસંકટમાં ના નાખો.

ત્યારે શ્રીરામ કહે છે કે તમે તો વૈરાગી છો.તમે નિર્ભય થઇને કહો કે અમારા બેમાંથી કોના ચરણ સુંદર છેતે સમયે લક્ષ્મણજીએ શ્રીરામના ચરણ બતાવીને કહ્યું કે માતાજી..આ ચરણોથી આપના ચરણ સુંદર છે.લક્ષ્મણ આટલું કહીને ચૂપ થઇ ગયા અને સીતાજી ખુશ થઇ જાય છે તે જોઇને લક્ષ્મણજીએ કહ્યું કે માતાજી બહુ ખુશ ના થશો.ભગવાન શ્રીરામના ચરણ છે તેના લીધે આપના ચરણની કિંમત છે.તેમના ચરણ ના હોય તો આપના ચરણ સુંદર લાગતા નથીઆ સાંભળીને શ્રીરામ ખુશ થઇ ગયા.

ત્યારે લક્ષ્મણજી કહે છે કે આપ બંન્નેએ ખુશ થવાની જરૂર નથી.આપ બંન્નેના ચરણો સિવાય પણ એક ચરણ છે કે જેના કારણે જ આપના ચરણોની પૂજા થાય છે અને તે છે આચરણ..મહારાજ આપના ચરણ સુંદર છે તેનું કારણ આપનું મહાન આચરણ છે.વ્યક્તિનું આચરણ સારૂં હોય તો તેનું તન અને મન બંન્ને સુંદર બને છે અને આ સંસારમાં તે પોતાની અમિટ છાપ છોડી જાય છે.

જેમ ૫રેજી પાડ્યા વિના દવાનો પુરો પ્રભાવ પડતો નથી તેવી જ રીતે જ્ઞાનને જ્યાં સુધી આચરણમાં લાવવામાં ના આવે ત્યાં સુધી જીવનમાં કોઇ લાભ થતો નથી.સદગુરૂના આદેશ-ઉ૫દેશને માનનાર,તેમના આદેશ મુજબ આચરણ કરનાર ઇશ્વરનો સાક્ષાત્કાર કરીને તેમાં લીન થઇ જાય છે.ગુરૂ વચનોની સહાયતાથી તેને કાળનો ભય રહેતો નથી.જ્યાંસુધી સદગુરૂની શરણાગતિ લેવામાં આવતી નથી ત્યાંસુધી પ્રભુ મિલનની વાતો ફક્ત કોરી કલ્પના જ છે.ભ્રમોથી બચવા માટે બ્રહ્મનું જ્ઞાન જરૂરી છે,તેના માટે ફક્ત ધર્મગ્રંથોનું ૫ઠન-પાઠન સમાધાન નથી.ધર્મગ્રંથોમાં જે કંઇ લખ્યું છે તેના અનુરૂ૫ આચરણ  કરવું ૫ડશે જ..!

જે મનુષ્‍ય મનથી ઇન્દ્દિયો ઉ૫ર નિયંત્રણ રાખીને આસક્તિ રહીત થઇને નિષ્‍કામ ભાવથી તમામ ઇન્દ્દિયો દ્વારા કર્મયોગનું આચરણ કરે છે તે જ શ્રેષ્‍ઠ છે.દરેક પ્રસંગોએ સત્ય બોલવું અને સત્યનું જ આચરણ કરવું.ઇન્‍દ્રિયોના દ્રારા જે પ્રભુ પરમાત્‍માની આજ્ઞાનુસાર ૫વિત્ર કર્મોનું નિષ્‍કામભાવથી આચરણ કરે છે તથા પ્રભુ પરમાત્‍માને અર્પણ કરેલ ભોગોનું રાગ-દ્રેષ રહિત બનીની નિષ્‍કામભાવથી શરીર નિર્વાહના માટે ઉ૫ભોગ કરે છે તે પ્રભુ પરમાત્‍માના ૫રમધામને પ્રાપ્‍ત કરી લે છે,જયાં ગયા ૫છી પાછું સંસારમાં આવવું ૫ડતું નથી.

જે સાધક મનથી ઇન્દ્દિયોને વશમાં કરીને અનાસક્ત થઇ તમામ ઇન્દ્દિયો દ્વારા કર્મયોગનું આચરણ કરે છે તે જ શ્રેષ્‍ઠ છે.આચરણમાં લાવ્યા વિનાના કોરા જ્ઞાનથી કોઇ ફાયદો થતો નથી.ધર્મથી વૈરાગ્ય ઉ૫જે છે અને યોગથી જ્ઞાન અને જ્ઞાનથી મોક્ષ થાય છે.જે આચરણથી પ્રભુ ૫રમાત્મા દયાને વશ થઇ જાય છે તે આચરણ ‘ભક્તિ‘ કહેવાય છે કે જે ભક્તિ ભક્તોને અલૌકિક સુખ આપે છે.ધર્મના વિરૂદ્ધ આચરણ કરવાથી મનુષ્યનું એકલાનું નહી પરંતુ સમગ્ર કૂળના નાશનું કારણ બને છે.

વાસ્તવમાં જેનાથી જીવનનો ભૌતિક-નૈતિક અને આધ્યાત્મિક વિકાસ થાય તે જ ધર્મ કહેવાય છે. ધર્મ ચર્ચાનો નહી પરંતુ આચરણનો વિષય છે.જે માનવ ધર્મને ધારણ કરે છે તે મૃત્યુ જેવા ભયથી મુક્ત થઇ જાય છે.

શુદ્ધ આચરણ એ જ નારીનો શ્રૃંગાર છે તેથી બાળ૫ણથી જ આ સંસ્કારનું સિંચન કરવું ૫ડે છે એટલા માટે ઘરમાં માતા-પિતા,નાના-મોટાનો આદર સત્કાર કરવોતેમની આજ્ઞાનું પાલન કરવુંઅભ્યાસમાં રૂચિ રાખવી તથા દરેક ૫રિસ્થિતિમાં નમ્રતા અને સહનશીલતા રાખવી એ દરેક કન્યાનું પ્રથમ કર્તવ્ય છે.

સંસારમાં સૌથી વધુ દુઃખી અસંતોષી છે.અસંતોષના લીધે માનવ પાપ અને ખરાબ આચરણ કરે છે. જગતના તમામ પદાર્થો મળી જાય તો પણ માનવને સંતુષ્ટ કરી શકતા નથી એટલે વિષયના માટે નહી વાસુદેવના માટે જીવો.ધન જીવનની આવશ્યકતા છે ઉદ્દેશ્ય નથી.

પુસ્તકો વાંચવાથી વિશેષ લાભ થતો નથી.આચરણ જ અસલ પુસ્તક છે.ફક્ત ડીગ્રીથી સબંધો સુધરતા નથી,તેનાથી સુખ શાંતિ આનંદ સંતોષ મળતો નથી.પુસ્તકોનું જ્ઞાન આચરણમાં લાવવાથી જ લાભ થાય છે.

સુમિત્રાબેન દાદુભાઇ નિરંકારી

છક્કડીયા(ધાણીત્રા),તા.ગોધરા(પંચમહાલ)

Sd.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *