Gujarat

આજરોજ ડો. બાબાસાહેબ આંબેડકર જન્‍મજયંતિના પાવન અવસરે

સાવરકુંડલા.
(બિપીન પાંધી દ્વારા)
આજરોજ ડો. બાબાસાહેબ આંબેડકર જન્‍મજયંતિના પાવન અવસરે ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચા તેમજ ગુજરાત રાજ્ય પ્રા. શિ. સંઘ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ અમરેલી પ્રેરિત સાવરકુંડલા શહેરમાં નવી પેન્શન યોજનાના સ્થાને જૂની પેન્શન યોજનાનો અમલ કરાવવા સાવરકુંડલા શહેર અને તાલુકાના શિક્ષકોએ મૌન રેલી કાઢી. વધતી મોંઘવારીના યુગમાં કર્મચારીઓ પોતાનું નિવૃત્ત જીવન સ્વમાનભેર પસાર કરી શકે તેટલું પેન્શન તો જોઈએ. વળી પાછલી અવસ્થામાં તબીબી સારવાર માટે પણ પર્યાપ્ત માત્રામાં ધનલક્ષ્મીનું હોવું અનિવાર્ય છે.
———————————————————————
સાવરકુંડલા શહેરમાં તાલુકા પંચાયતથી શરૂ કરીને નાવલી નદી પાસે આવેલા શહેરના હાર્દસમા વિસ્તાર રિધ્ધિ સિધ્ધિ ચોકમાં આવેલ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી શિક્ષકોની આ  મૌન રેલી નીકળી હતી. જેમાં સાવરકુંડલા તાલુકાના શિક્ષક ભાઈ-બહેનો  જોડાયા હતાં.  ડો. બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કરી સંકલ્પ પત્ર વાંચવામાં આવ્યું હતું. શિક્ષકોનો એક જ મુદ્દાનો કાર્યક્રમ હતો નવી પેન્શન યોજના બંધ કરી તેના સ્થાને જૂની પેન્શન યોજના શરૂ કરો જેના માટે સરકારશ્રીને આ બાબતે વિનંતી કરી હતી.

IMG-20220414-WA0008.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *