ગિરગઢડા તા 10
ભરત ગંગદેવ.
આધુનિક સમયમાં લોકોનો શારીરિક શ્રમ ઓછો થયો છે. બેઠાળુ જીવન વધ્યું છે. જેથી લોકોમાં મેદિસ્વિતા-સ્થુળતા વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે. ત્યારે આરોગ્યપ્રદ જીવન માટે સંતુલિત ખોરાક લેવો આવશ્યક છે. શરીરના વજનનું સંતુલન જાળવવુ પણ જરૂરી છે. તેમા કઠોળ મહત્વની ભૂમિકા ભજવે છે. કારણ કે, વજન વધારવામાં કઠોળની નહિવત્ ભૂમિકા છે. કઠોળ પ્રોટીનથી ભરપૂર હોવાની સાથે તેનો ગ્લાસેમિક ઈન્ડેક્સ ઓછો હોય છે. જે હ્રદય સહિતના અંગ માટે ફાયદારૂપ હોય છે.
લોકોના ખોરાકમાં કઠોળ-દાળનું મહત્વ પ્રસ્થાપિત કરવા માટે વર્ષ ૨૦૧૬ માં આંતરરાષ્ટ્રીય દાળ વર્ષ જાહેર કરવામાં આવ્યું હતું. તેમજ વર્ષ ૨૦૧૮ થી ૧૦મી ફેબ્રુઆરીએ વર્લ્ડ પલ્સ ડે એટલે કે, વિશ્વ કઠોળ દિવસ મનાવવામાં આવે છે. જેના માધ્યમથી કઠોળનુ ઉત્પાદન વધારવાની સાથે ટકાઉ ખાદ્ય પ્રણાલી તરફ વાળવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ વિશ્વ કઠોળ દિવસ ઉજવવાનુ યુએનની જનરલ એસેમ્બલીમાં નક્કી કરવામાં આવ્યું હતું. આમ, કઠોળ માટે એક સમર્પિત દિવસથી સમગ્ર વિશ્વમાં કઠોળ વિશેની જાગૃતિ અને પહોંચ વધારવાનો સાથે જ કઠોળને વૈશ્વિક ખોરાક તરીકે માન્યતા આપવાનો હેતુ રહેલો છે.
કઠોળની સેંકડો વિવિધ જાતો વિશ્વભરમાં ઉગાડવામાં આવે છે. ત્યારે વિશ્વ કઠોળ દિવસના દિવસે કઠોળ-દાળના ફાયદાઓ રૂબરૂ થઈએ…. અન્ય દાળની સરખામણીમાં મગની દાળ પ્રોટીનથી સૌથી વધુ સમૃદ્ધ હોવાનું કહેવાય છે. ૧૦૦ ગ્રામ મગની દાળમાં લગભગ ૨૪ ગ્રામ પ્રોટીન હોય છે. મગની દાળ એ સૌથી લોકપ્રિય શાકાહારી સુપરફૂડ પૈકી એક છે. તે ઉચ્ચ-ગુણવત્તાવાળા પ્રોટીન અને અન્ય આવશ્યક પોષક તત્વોથી ભરપૂર છે. વધુ ફાઈબર માટે ચણાની દાળ અને આયર્ન માટે મસૂરની દાળ ખોરાકમાં લેવી જોઈએ.
મસૂરની દાળમાં પણ ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. મસૂર માત્ર તુવેર દાળ સુધી મર્યાદિત નથી, પરંતુ મસૂર દાળ, ચણાની દાળ, મગની દાળ અને અડદની દાળ સુધી વિસ્તરે છે. તેને આહારમાં દરરોજ સામેલ કરવી જોઈએ. મગની દાળ પ્રોટીનથી ભરપૂર હોય છે, અને તેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે. તે હૃદય અને થાઈરોઈડના સ્વાસ્થ્ય માટે પણ લાભકારક છે. સાથે ડાયાબિટીસના દર્દીઓએ અચૂકપણે મગની દાળનુ સેવન કરવું જોઈએ.
કઠોળ (કઠોળ, વટાણા અને મસૂર)નો ઉપયોગ ઓછામાં ઓછા ૧૦,૦૦૦ વર્ષોથી કરવામાં આવે છે, અને તે વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ખોરાકમાંનો એક છે. કઠોળની વિશાળ વિવિધતા વૈશ્વિક સ્તરે ઉગાડી શકાય છે, જે તેને આર્થિક તેમજ પોષણ બંને રીતે મહત્વપૂર્ણ બનાવે છે. કઠોળ પ્રોટીન અને ફાઇબર તેમજ આયર્ન, ઝિંક, ફોલેટ અને મેગ્નેશિયમ જેવા વિટામિન્સ અને ખનિજોનો નોંધપાત્ર સ્ત્રોત પૂરો પાડે છે. દરરોજ અડધો કપ કઠોળનું સેવન કરવાથી આહારની ગુણવત્તામાં વધારો થઈ શકે છે.
વિશ્વ કઠોળ દિવસ ખાદ્ય સુરક્ષા અને પોષણ તરફ લક્ષ્ય રાખીને ટકાઉ ખાદ્ય ઉત્પાદનના ભાગરૂપે કઠોળના પોષક લાભો વિશે જાગૃતિ લાવવાની તક પૂરી પાડે છે.

