Gujarat

આજ રોજ છોટા ઉદેપુર જિલ્લામાં આંતર રાષ્ટ્રીય મહિલા દિનના નિમિતે 6th માર્ચ રવિવારના રોજ પ્રી વુમન’સ ડેના કાર્યક્રમનું આયોજન આદિવાસી મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. 

આ પ્રોગ્રામ મમ્મા માર્ગરેટ ઓકિયાના સ્કૂલના કેમ્પસમાં આયોજિત કરવામાં આવ્યો હતો.
આ મહિલા દિનની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ અંતર રાષ્ટ્રીય મહિલા દિનની આ વર્ષની થીમ – “Gender Equality Today for a Sustainable Tomorrow” ” ઉજ્વળ ભવિષ્ય માટે સ્ત્રી પુરુષ માં સમાનતા”ને લઇ કેવી રીતે આદિવાસી મહિલાઓ પણ વિચારતી થાય અને આદિવાસી મહિલાઓના હકો અને અધિકારોને લઈને જે પડકારો ઉભા થયા છે એને લઇને મહિલાઓ જાગૃત થાય.
કાર્યક્રમમાં બધી જ મહિલાઓ મુખ્ય મહેમાન હતી. સર્વેનું ગુલાબના ફૂલો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. મહિલાઓ ઉપર મમ્મા માર્ગારેટ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા બે મ્યુઝીકલ પ્લે પણ કરવામાં આવ્યા. સરિતા બેન – મમ્મા માર્ગારેટ સ્કૂલ ના ફાઉન્ડર જેઓ એ આ પ્રોગ્રામનું સંચાલન કર્યું. સોનલ બેન – સામાજિક કાર્યકરે પોતાના કામના અનુભવો સાથે સાથે આદિવાસી મહિલાઓના વર્તમાન સામાજિક પ્રશ્નો ઉપર વક્તવ્ય આપ્યું, રાધિકાબેન -જેઓ રાજનૈતિક સામાજિક કાર્યકર છે. તેઓ એ પોતાના મહિલાઓના માસિક સ્વસ્થ્યને લઈને જે ઇનીસીએટિવ શુરું થયું છે એના પર ચર્ચા કરી. ઉષા બેન – LLB, સ્ટુડન્ટ છે. તો તેઓ એ સંવિધાનને ધ્યાનમાં લઇ અને મહિલાઓના સવિધાનીક અધિકારો પર પોતાના વિચારો રજૂ કર્યા. અને સેજલ બેન – પત્રકારે ઇન્ટરનેશનલ મહિલા દિનની થીમ ને લઇ ને ચર્ચા કરી. આ બધી જ બહેનોએ કાર્યક્રમને ચર્ચાઓ અને વક્તવ્યો સાથે રસપ્રદ બનાવ્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220306-WA0045-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *