Gujarat

મહુધા નગરપાલિકા દ્વારા નગરનાં જુદા જુદા વિસ્તારમા રૂ.એક કરોડ બત્રીસ લાખના વિકાસલક્ષી કામોનુ ખાતમુહૂર્ત કરાયું

નિસાર શેખ.મહુધા
મહુધા વિધાનસભાના ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમારના હસ્તે મહુધા નગરમાં જુદાં જુદાં વિસ્તારમાં વિકાસ લક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં આ કામોમાં ભાથીજી મંદિર પાસે સી.સી.રોડ રણછોડરાય મંદિર પાસેથી વરસાદી પાણીના નિકાલ માટેની સ્લેબ ડ્રેઈન,વેરાઈ માતા મંદિર તરફ જવાનો સી.સી.માર્ગ,કાજી કબ્રસ્તાન,શેખ એન્ડ પઠાણ કબ્રસ્તાનમાં પાટિયા વોલ,જાહેરાપીર કબ્રસ્તાનમાં પાટિયા વોલ,બકસુ સૈયદ કબ્રસ્તાનમાં પાટિયા વોલ,વોહરા કબ્રસ્તાનમાં પેવરબ્લૉક,ખ્રિસ્તી કબ્રસ્તાનમા પેવરબ્લોક રિટેનિગ વોલ,મહુધા મામલતદાર કચેરી સામે મંદિર તરફ જવા માટેનો માર્ગ,સ્વામિનારાયણ કોમ્પ્લેક્સમા પાણીના નિકાલ માટેની ગટર લાઈન,સી.સી‌‌.રસ્તો તેમજ પેવર બ્લોક સ્ટોમ વોટર અને મોટી દરગાહ પાસે ટ્યુબવેલ પાણીની પાઇપ લાઈન,કાજી કબ્રસ્તાનમા સી.સી.ની દિવાલ નુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ મિનાઝ બાનું મલેક,ઉપ પ્રમુખ સાહિદખાન પઠાણ(એડવૉકેટ),નાયદાબાનું કાજી,સાકીરભાઈ મન્સૂરી,ખિજર ખાન પઠાણ,નસીમ બાનું તેમજ  મહુધા શહેર કોંગ્રેસ સમિતિ નાં પ્રમુખ ઈરશાદ અલી મલેક ( શકિત ભાઈ ) સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *