ભારતના ચૂંટણી પંચ, ન્યુ દિલ્હી તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા થઈ આવેલ સૂચનાનુસાર તા.૦૧/૦૧/૨૦૨૨ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી સુધારણા માટે ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ હતો. જે અન્વયે લાયકાત ધરાવનાર નાગરિકો પાસેથી તા.૦૧/૧૧/૨૦૨૧ થી તા.૦૫/૧૨/૨૦૨૧ સુધી ઓનલાઈન તથા ઓફલાઈન માધ્યમોથી ફોર્મ્સ મેળવવી, મતદારયાદી સુધારણાની કાર્યવાહી કરવામાં આવેલહતી.
આ બાબતે ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ માટે જામનગર જિલ્લાના મતદારયાદી ઓબ્ઝર્વરશ્રી, નલિન ઉપાધ્યાય તથા જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર, જામનગરડો. સૌરભ પારધીના સતત માર્ગદર્શન હેઠળ ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત જામનગર જિલ્લામાં સમગ્ર કાર્યક્રમ દરમ્યાન કુલ ૭૭,૫૩૪ ફોર્મ્સ મેળવવામાં આવેલ છે. જે પૈકી વિધાનસભા મતદાર વિભાગ વાર નવા ઉમેરાયેલા તથા કમી કરવામાં આવેલ મતદારોની વિગત નીચે મુજબ છે.
| વિ.સ.મ.વિ. | નવા ઉમેરાયેલા મતદારો | કમી થયેલા મતદારો | ||||
| પુરુષ | સ્ત્રી | કુલ | પુરુષ | સ્ત્રી | કુલ | |
| ૭૬-કાલાવડ | ૨૬૩૧ | ૩૪૭૪ | ૬૧૦૫ | ૧૧૧૩ | ૧૩૬૭ | ૨૪૮૦ |
| ૭૭-જામનગર (ગ્રામ્ય) | ૩૫૯૬ | ૪૮૪૦ | ૮૪૩૬ | ૧૦૬૩ | ૧૩૫૭ | ૨૪૨૦ |
| ૭૮- જામનગર ઉતર | ૪૮૮૮ | ૫૩૪૨ | ૧૦૨૩૦ | ૧૪૩૦ | ૧૪૨૩ | ૨૮૫૩ |
| ૭૯- જામનગર દક્ષિણ | ૩૪૩૮ | ૩૮૮૨ | ૭૩૨૦ | ૨૦૨૦ | ૧૯૯૩ | ૪૦૧૩ |
| ૮૦- જામજોધપુર | ૩૨૨૩ | ૪૧૯૧ | ૭૪૧૪ | ૧૬૮૮ | ૧૯૯૭ | ૩૬૮૫ |
| કુલ | ૧૭૭૭૬ | ૨૧૭૨૯ | ૩૯૫૦૫ | ૭૩૧૪ | ૮૧૩૭ | ૧૫૪૫૧ |
હાલ જામનગર જિલ્લામાં કુલ ૧૧,૯૦,૦૮૩ મતદારો નોંધાયેલા છે. જે પૈકી ૬,૧૧,૦૨૯ પુરુષો, ૫,૭૯,૦૩૮ સ્ત્રીઓ તથા ૧૬ અન્યનો સમાવેશ થાય છે.
| વિ.સ.મ.વિ. | પુરુષ | સ્ત્રી | અન્ય | કુલ |
| ૭૬-કાલાવડ | ૧૧૯૫૧૫ | ૧૧૧૫૭૧ | ૨ | ૨૩૧૦૮૮ |
| ૭૭-જામનગર (ગ્રામ્ય) | ૧૨૭૫૨૮ | ૧૨૦૬૦૬ | ૦ | ૨૪૮૧૩૪ |
| ૭૮- જામનગર ઉતર | ૧૩૧૭૬૩ | ૧૨૫૫૧૭ | ૭ | ૨૫૭૨૮૭ |
| ૭૯- જામનગર દક્ષિણ | ૧૧૬૫૨૬ | ૧૧૨૮૧૧ | ૭ | ૨૨૯૩૪૪ |
| ૮૦- જામજોધપુર | ૧૧૫૬૯૭ | ૧૦૮૫૩૩ | ૦ | ૨૨૪૨૩૦ |
| કુલ | ૬૧૧૦૨૯ | ૫૭૯૦૩૮ | ૧૬ | ૧૧૯૦૦૮૩ |
જામનગર જીલ્લામાં વસ્તી ગણતરીના આંકડા મુજબ સ્ત્રી- પુરુષ જાતિ પ્રમાણ ૯૩૮ છે જયારે હાલ જાહેર કરાયેલ મતદારયાદી મુજબ સ્ત્રી- પુરુષ જાતિ પ્રમાણ ૯૪૮ છે. તેમજ ઇ.પી.રેશિયો (૨૦૨૨ની સ્થિતિએ વસ્તીગણતરીના અનુમાનિત આંકડાની સાપેક્ષમાં નોંધાયેલા મતદારોનું પ્રમાણ) ૬૮.૫૬% છે.હાલ જિલ્લામાં યુવા મતદારો એટલે કે ૧૮-૧૯ વયજૂથના નોંધાયેલ મતદારોની કુલ સંખ્યા ૨૬,૧૩૦ છે.
જામનગર જિલ્લામાં તા.૦૫/૦૧/૨૦૨૨ નવીન પ્રસિધ્ધ થયેલ મતદારયાદી ચૂંટણીપંચે નિયત કરેલ સ્થળોએ જાહેર જનતા માટે ખુલ્લી મુકવામાં આવેલ છે. નવિન પ્રસિધ્ઘ થયેલ મતદારયાદી https://ceo.gujarat.gov.inવેબસાઈટ પર પણ જોઈ શકાશે.
હાલ મતદારયાદીમાં નવું નામ નોંધાવવા, કમી કરવા કે સુધારા કરવા માટે ઓનલાઈનhttps://www.nvsp.in/,https://voterportal.eci.gov.in/અથવાVoter Helpline Application (Android/iOS)દ્વારા તમામ ઓનલાઈન અરજી કરી શકાશે.
