આણંદ
કાસોર ગામે નવા ફળીયામાં રહેતા ગોવિંદ તળપદાની પુત્ર વધુ સાથે નજીકમાં રહેતા મેહુલ બુધા તળપદાએ હસી મજાક કરી હતી. આ બાબતે તેના ઘરે જતાં ઝઘડો થયો હતો. જેમાં મેહુલના પરિવારજાેએ અપશબ્દ બોલી ઉશ્કેરાઇ જઇ પથ્થર માર્યો કર્યો હતો. જેમાં સંજયભાઇ, બાબુભાઈ, દિવ્યાબહેનને ઇજા પહોંચી હતી. આ અંગે પોલીસે બુધા શના તળપદા, પ્રવિણ શના તળપદા, રણજીત બુધા તળપદા અને મેહુલ બુધા તળપદા સામે ગુનો નોંધ્યો હતો. ગોવિંદ મગન તળપદા સહિતના પરિવારજનો ઘર પાસે આવી અપશબ્દ બોલી પથ્થરમારો કર્યો હતો. જેમાં રણજીત, મીનાબહેન, નંદાબહેનને ઇજા પહોંચી હતી. આ અંગે પોલીસે ગોવિંદ મગન તળપદા, સંજય ગોવિંદ તળપદા, પરેશ બાબુ તળપદા, ભરત કનુ તળપદા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.સોજિત્રા તાલુકાના કાસોર ગામે નવા ફળીયામાં પુત્રવધુની મશ્કરી કરવા બાબતે ઠપકો આપતા બે પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં સામસામે પથ્થરમારો કરતાં ચારેક વ્યક્તિને નાની – મોટી ઈજા પહોંચી હતી. આ અંગે પોલીસે બન્ને પક્ષો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

