Gujarat

વડોદરા એમએસ યુનિ.ના કર્મચારીઓએ કાયમી કરવાની માંગ સાથે આંદોલન કર્યું

વડોદરા
યુનિવર્સિટી દ્વારા આઉટ સોર્સીંગથી ભરતી કરવાનો પરિપત્ર જારી કરતા રોષે ભરાયેલા કર્મચારીઓએ બે દિવસથી આંદોલનનું રણશીંગુ ફૂ્‌કયું છે. આંદોલનના બીજા દિવસે આંદોલનને ઉગ્ર બનાવવા સાથે કર્મચારીઓએ યુનિવર્સીટીની હેડ ઓફિસ ખાતે ભજન-ર્કિતન કરી સત્તાવાળાઓને સદબુધ્ધિ મળે તેવો પ્રયાસ કર્યો હતો. ચાથા વર્ગના કર્મચારીઓ સહિત અન્ય કર્મચારીઓ આંદોલનમાં જાેડાતા ફેકલ્ટીઓ અને ઓફિસોમાં અસર જાેવા મળી હતી. અમારી યુનિવર્સિટીના હંગામી કર્મચારીઓના વિરોધનો બીજાે દિવસ છે. આ યુનિવર્સિટીના જે સત્તાધિશો છે. તે આઉટ સોર્સિંગની નીતિ લાગુ કરવા જઈ રહ્યા છે, ત્યારે આઉટ સોર્સિંગની નીતિના માધ્યમથી યુનિવર્સિટીના કર્મચારીઓનું શોષણ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ૨૦થી ૨૫થી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા કર્મચારીઓ સાથે ગેરવર્તન કરવામાં આવે છે. યુનિવર્સિટી પાસે સત્તા હોવા છતાં સરકારને આગળ ધરીને આઉટ સોર્સિંગની નીતિ લાગુ કરવા જઈ રહી છે. જેથી અમારા ૮૦૦ હંગામી અને બિન શૈક્ષણિક કર્મચારીઓ છેલ્લા ૨ દિવસથી યુનિવર્સિટીની હેડ ઓફિસ પર વિરોધ કરી રહ્યા છે. વધુમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી આઉટ સોર્સિંગની નીતિ પાછી નહિં ખેંચાય અને કર્મચારીઓને કાયમી કરવામાં નહિં આવે ત્યાં સુધી યુનિવર્સિટીના એક પણ હંગામી કર્મચારીઓ પોતાની ફરજ પર હાજર થશે નહીં.વડોદરામાં મહારાજા સયાજી યુનિવર્સિટીમાં છેલ્લા બે દિવસથી હંગામી કર્મચારીઓ દ્વારા કાયમી કરવાની માંગ સહિત વિવિધ પ્રશ્નો સાથે હેડ ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આંદોલનના બીજા દિવસે ૮૦૦ જેટલા હંગામી કર્મચારીઓએ વાજાપેટી, તબલા, મંજીરા જેવા વાંજિત્રો સાથે ભજન-ર્કિતન કર્યું હતું અને સત્તાધિશોને હંગામી કર્મચારીઓના પ્રશ્નો ત્વરીત હલ કરવાની માંગણી કરી હતી. છેલ્લા બે દિવસથી ચાલી રહેલા આંદોલનના પગલે યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીઓ અને ઓફિસોમાં સન્નાટો જાેવા મળ્યો હતો.

File-02-Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *