Gujarat

આયુષ્યમાન કાર્ડ પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં ન ચલાવાતા રજૂઆત કરીશ ઃ ધારાસભ્ય

વડોદરા
ભાજપનો સ્થાપના દિવસ હોવાથી ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા ડભોઇની પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં દર્દીઓને ફળ વિતરણ કરવા માટે ગયા હતા. જ્યાં સારવાર લેવા માટે આવેલા દર્દીઓ દ્વારા આયુષ્યમાન કાર્ડ હોસ્પિટલ સંચાલકોના ચલાવતા નથી, તેવી રજૂઆત કરી હતી. દર્દીઓની રજૂઆત સાંભળીને ધારાસભ્ય ચોંકી ઉઠ્‌યા હતા અને તે બાબતે હોસ્પિટલના સત્તાવાળાઓને આયુષ્યમાન કાર્ડ ચલાવવા સૂચના આપી હતી. તે સાથે જિલ્લા આરોગ્ય અધિકારીને પણ તાકીદ કરી હતીભ્‌ તે સાથે ડભોઇ તાલુકાની તમામ હોસ્પિટલોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરીને આયુષ્યમાન કાર્ડ કાર્યરત થાય તે માટે જિલ્લા આરોગ્ય અધિકારીને સૂચના આપવામાં આવી હતી. એટલું જ નહીં પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં ૮ વર્ષના બાળકને ઓપરેશનની જરૂર હતી અને સંચાલકો દ્વારા આયુષ્યમાન કાર્ડ ચલાવવાનો ઇન્કાર કરતાં બાળકના પિતાએ આંખમાં આંસુ સાથે ધારાસભ્યને રજૂઆત કરી હતી. ધારાસભ્યએ રજૂઆત કરનાર બાળકના પિતાને આશ્વાસન આપતાં પિતાએ રાહત અનુભવી હતી. ડભોઇ તાલુકામાં અનેક લોકોના હજી સુધી આયુષ્યમાન કાર્ડ ટેક્નિકલ ખામીના કારણે નીકળી શક્યા નથી. તે અંગે આરોગ્ય વિભાગને ધ્યાન દોરવામાં આવ્યું હતું. આવનારા દિવસોમાં ડભોઇ તાલુકામાં આયુષ્યમાન કાર્ડ હોસ્પિટલ સંચાલકો નહીં ચલાવે તો સરકારમાં રજૂઆત કરવામાં આવશે અને તમામ ઉપર સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. સરકારની તમામ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી મળે તે ભાજપાનુ લક્ષ્ય છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં જ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચવા જાેઇએ. પરંતુ, વડોદરા જિલ્લાની અનેક હોસ્પિટલોમાં આયુષ્યમાન કાર્ડ હોસ્પિટલના સંચાલકો ચલાવતા ન હોવાની ચોંકાવનારી વિગતો ડભોઇના ધારાસભ્યના ધ્યાનમાં આવી છે. તેઓએ વડોદરા જિલ્લાની તમામ હોસ્પિટલોમાં આયુષ્યમાન કાર્ડ ચલાવવામાં આવે તેવી કાર્યવાહી કરવા વડોદરા જિલ્લા આરોગ્ય વિભાગને તાકીદ કરી છે અને જરૂર પડે ધરાસભ્ય દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવશે.

Chief-Minister-Bhupendra-Patel.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *