Gujarat

આર્મીના જવાનો પોતાનો ત્યાગ કરી ફરજ બજાવે છે..

ઊનાના સનખડામાં ભારતીય સેનાના જવાન ફરજ બજાવી પરત વતન આવતા ગામ લોકોએ ઉત્સાહથી ભવ્ય સ્વાગત કરાયું….

ઊના – ઉનાના સનખડા ગામના મૂળ વતની હરેશભાઇ રસીકભાઇ પંડ્યા ભારતીય સેનામાં ૧૭ વર્ષની સેવા બજાવી માદરે વતન સનખડા ગામમાં આવ્યા હતા. અને ગાંગડા અને સનખડા ગ્રામજનો દ્વારા ફૂલહાર કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે જીલ્લા પંચાયત સદસ્ય, માધ્યમિક શાળાના આચાર્ય, માજી સૈનિકો તેમજ તમામ સમાજના આગેવાનો લોકો અને ગ્રામજનોએ શાલ ઓઢાડી હરેશભાઇને ફુલહાર પહેરાવી સન્માન કર્યુ હતું. આર્મી જવાન પોતાના ફરજ બજાવી વતન આવતા ગામ લોકોએ ગાંગડા થી સનખડા ગામમાં મેઇન બજાર સુધી ધામધૂમ પૂર્વક યુવાનો ઉત્સાહથી ડી જે ના તાલે વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કર્યું હતું. છેલ્લા 17 વર્ષની ફરજ બજાવી ચૂકેલા હરેશભાઈ પંડ્યાએ પોતાની ફરજ દરમ્યાનની સમગ્ર હકીકત અને ઘટના જણાવી હતી. તેમજ સનખડા ગામમાં હાલ ૩૩ જેટલા જવાનો દેશની સેવામાં જોડાયેલા છે. અને ત્રણ આર્મી જવાનો નિવૃત થઇ ચુક્યા છે. અને હજુ પણ નવી ભર્તીમાં જોડાવા માટે પ્રરીત થઇ મહેનત પણ ખુબ કરી રહ્યાં છે.

 

બોક્ષ્ – આર્મીના જવાનો પોતાનો ત્યાગ કરી ફરજ બજાવે છે..

 

ભારતીય સેનાના જવાન હરેશભાઇએ જણાવેલ કે આર્મીમાં ભર્તીમાં ગામજનો અને મારા મોટા ભાઇએ ટ્રેનિંગ સમયે બહુ સહયોગ આપ્યો હતો. અને પ્રથમ વખત ૨૦૦૬માં લેહમાં પોસ્ટીંગ થયા અને ત્યાં ચારો તરફ બરફ વિસ્તાર વધુ હોવાથી ઓક્સીજનની કમી બહુ રહેતી હતી. અને સતત ત્રણ માસ ફરજમાં રહેલા અન્ય જવાનને પગમાં પ્રોબ્લેમ આવતા પગ કાપવા પડ્યા હતા. આવી સ્થિતી વચ્ચે આર્મીના જવાનો પોતાનો ત્યાગ કરી ફરજ બજાવે છે.

 

 

 

સનખડામાં-ભારતીય-સેનાના-જવાન-ફરજ-બજાવી-પરત-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *