Gujarat

આર.એમ.દેસાઈ કોલેજ ઓફ મ્યુઝિક એન્ડ ડાન્સ ખાતે વાર્ષિક ઉત્સવ તેમજ ઈનામ વિતરણ સમારોહ યોજાયો.

રિપોર્ટર.મકસુદ કારીગર.ખેડા-કઠલાલ
ચારુતર વિધામંડળ સંચાલિત રમા મનુભાઈ દેસાઇ કોલેજ ઓફ મ્યુઝિક એન્ડ ડાન્સ વલ્લભ વિદ્યાનગર ખાતે કોલેજ નો ૩૮ મો વાર્ષિક ઉત્સવ યોજાયો. જેમાં કાર્યકમ ના અધ્યક્ષ તરીકે ચારુતર વિધામંડળ ના મંત્રી  એસ.જી. પટેલ  ઉપસ્થિત રહ્યા. મુખ્ય મહેમાન પદે જાણીતા કલાકાર પ્રાપ્તિ મહેતા હાજર રહ્યા. અતિથિ વિશેષ પદે ચારુતર વિધામંડળ ના સહ મંત્રી  આર.સી.તલાટી ઉપસ્થિત રહ્યા. કોલેજ ના આચાર્ય ડો ધીરુભાઈ દેસાઇ એ મહેમાનોનુ શાબ્દિક સ્વાગત કર્યું હતું. મધ્યસ્થ સમિતિના ઉપ  પ્રમુખ શતસવુર મલેકે વાર્ષિક અહેવાલ રજૂ કર્યો. વર્ષ દરમિયાન વિવિધ પ્રકારના અનેક કાર્યકમો, કલા ઉત્સવ, યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલ, કલામંચ, જેવા કાર્યક્રમોના વિજેતાઓને અને ભાગ લેનાર તમામ વિધાર્થીઓને તેમજ મધ્યસ્થ સમિતિના તમામ વિધાર્થીઓની કમિટી ને સર્ટીફીકેટ તથા શિલ્ડ, ટ્રોફી,એનાયત કરવામાં આવ્યા.અભ્યાસ માં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થનાર વિધાર્થીઓ ને પુરસ્કાર તથા સર્ટિફિકેટ આપવામાં આવ્યા. તમામ મહાનુભાવો દ્વારા પોતાના પ્રવચનમાં કોલેજ ની કાર્યશૈલી ને બિરદાવી કોલેજ પરિવાર અને વિધાર્થીઓ ને અભિનંદન પાઠવ્યા હતા. આભાર વિધિ કોલેજ ના જી.એસ કૌશિક શેનવા એ કારી હતી.

IMG-20220327-WA0010.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *