જેમાં માતા પિતા તેમજ શાળા ના વિદ્યાર્થીઓ ટ્રેડિશનલ ગુજરાતી ડ્રેસ કોડ માં હાજર રહ્યા હતાં. બાળકો દ્વારા માતા પિતા ને માટે નાં પ્રેમને દર્શાવતા ગીતો પ્રસ્તુત કરવામાં આવ્યાં. તેમજ શાળા ના મેનેજમેન્ટ અને શિક્ષકો દ્વારા સુંદર રમતો અને ગરબા નું આયોજન કરવામાં આવ્યું જેમાં પેરન્ટ્સ અને બાળકો ગરબા ની રમઝટ માં મં મૂકીને ઝૂમી ઉઠ્યા. આ પ્રસંગે શાળા ના ટ્રસ્ટી શ્રી ઓ રાકેશ જૈન, મહાવીર જૈન, સચિન જૈન , ઓપરેશન હેડ દર્શન જૈન તથા હેડ મિસ્ત્રેસ અર્ચના નેગી પટેલ હાજર રહ્યાં.


