Gujarat

ઈલેક્ટ્રિક કાર ખરીદનારને કોઈ ટેક્સ ભરવો નહીં પડે

સુરત
ઈ-મોબીલીટીના ભાગરૂપે સુરત શહેરમાં ૫૦ કાર્યરત ઈ-બસ ઉપરાંત વર્ષ ૨૦૨૨-૨૩ સુધીમાં ૨૫૦ ઇ-બસ કાર્યરત કરવાનું આયોજન છે. ઉપરાંત પાલથી ઈચ્છાપોર બીઆરટીએસ એક્સેન્શન અંતર્ગત ૯ બસ સ્ટેશન માટે અંદાજીત ૫ કરોડના ખર્ચ કરાશે. ક્લીન એનર્જી સીટી હેઠળ શહેર વિસ્તારમાં કુલ ૨૦૦ ચાર્જીંગ સ્ટેશનો ઉભા કરવામાં આવશે. પાલિકા કમિશનરે રજૂ કરેલા ડ્રાફ્ટ બજેટમાં યુઝર ચાર્જ પેટે ૪૦૦ ચો.મીથી વધુ ક્ષેત્રફ?ળ ધરાવતી રહેણાંક અને બીનરહેણાંક મળી કુલ ૩૧,૨૭૯ મિલકતોને અસર થાય છે. યુઝર ચાર્જ પેટે આ મિલકતો પાસેથી વર્ષાંતે વધારાની ૧૨.૪૭ કરોડ રૂપિયાની વસુલાત કરવામાં આવશે.કમિશનરે રજૂ કરેલા ડ્રાફ્ટ-રિવાઇઝ્‌ડ બજેટમાં ૧૦ લાખથી મોંઘી કારોના ટેક્સમાં વધારો કરાયો છે જ્યારે વિધાનસભાની ચૂંટણી હોવાથી મિલકતવેરામાં કોઇ જ ફેરફાર કરાયો નથી. પરંતુ યુઝર ચાર્જીસમાં ૧૨.૪૭ કરોડનો વધારો કર્યો છે. જે માત્ર ૪૦૦ ચોમીટરથી મોટી મિલકતોને લાગુ પડશે. વ્હીકલ ટેક્સમાં ફોર વ્હીલર કે તેથી વધુમાં ૧૦ લાખથી વધુ અને ૨૫ લાખ સુધીના વાહન માટે ૩.૫ ટકા વ્હીકલ ટેક્સ ચુકવો પડશે. પહેલા ૨૦ લાખ સુધીના વાહન માટે ૨.૫ ટકા જ ટેક્સ હતો. જ્યારે ૨૫ લાખથી વધુના વાહન માટે ૩.૫ ટકા ટેક્સ વધારીને ૪ ટકા કરાયો છે. રજિસ્ટ્રેશન સમયે સીએનજી ફીટેડ થ્રી વ્હીલર વાહનો ઉપર ૧.૫ ટકા ટેક્સ લેવાશે. જે પહેલા ૨.૫ ટકા હતો. ઇલેક્ટ્રિક વ્હીકલને વેગ આપવા પહેલાં વર્ષે વાહનવેરામાં ૧૦૦ ટકા મુક્તિ અપાઈ છે. ૧ એપ્રિલથી ૩૧ માર્ચ ૨૦૨૩ સુધી લાભ મળશે. ૩ વર્ષ માટે પાલિકાના પે એન્ડ પાર્કના ચાર્જમાંથી મુક્તિ પણ અપાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *