સુરત,
સુરતના ખટોદરા વિસ્તારની હીરાચંદ સોસાયટીમાં તસ્કરોએ બે ગોડાઉન સહિત ત્રણ દુકાનના તાળા તોડી તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, પણ ત્રણેય દુકાનોમાંથી પરચુરણ રકમ જ મળતા તસ્કરોએ કકડતી ઠડીમાં તોડફોડ કરી હોવાનું કહેવાય રહ્યું છે. જાેકે, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ પેટ્રોલીગની રેકી કરનાર તસ્કરોએ પીસીઆર વાન ગયાની ૩૧મી મિનિટએ તાળા તોડયા હોવાનું વેપારીએ જણાવ્યું છે. ઘટના ૬ જાન્યુઆરીની છે. પોલિસ પેટ્રોલિંગની રેકી કરી ફૂટપાથ પર સૂતેલા કેટલાક ઈસમો એક પછી એક બે ગોડાઉન અને એક દુકાનના તાળા તોડતા સીસીટીવીમાં કેદ થાય છે. એટલું જ નહીં પણ ગોડાઉન અને દુકાનમાંથી માત્ર પરચુરણ રકમ જ મળતા તોડફોડ કરતા સીસીટીવીમાં મેચ થાય છે. ઉઘરામીના બીલ પણ તસ્કરો લઈ ગયા છે. આ બાબતે ખટોદરા પોલીસમાં અરજી આપી છે. તપાસ ચાલી રહી છે. કહેવાય છે કે, ૬ મહિનામાં ત્રણ પૈકી બે દુકાનોના બીજીવાર તાળા તૂટયા છે. એક ખાંડનું અને બીજું નમકીનનું ગોડાઉન છે બન્નેમાં નકાબધારી ચોરો સીસીટીવી માં કેદ થયા છે. ઘટના ને લગભગ ૨૨ દિવસ થઈ ગયા છે. જાેકે હજી સુધી નકાબધારી ચોરોનું કોઈ વાવડ મળ્યા નથી. રાતના અંધારામાં તાળા તોડી ચોરી કરતી નકાબધારી ગેંગ પોલીસની ઠંડી અને ઉંઘ ઉડાડી રહી હોવાનું કહી શકાય છે.


