રાજકોટ
નાના મોટા સૌ કોઈ લોકો પતંગ ઉડાવી પરિવાર અને મિત્રો સાથે મળી ઉજવણી કરતા હોય છે. ત્યારે આજે લોકસાહિત્યકાર દેવાયત ખવડે ઉતરાયણ ઉજવતા વધુમાં જણાવ્યું હતું કે, ખાસ કોવિડ સંર્ક્મણ વધતા આવતા દિવસોમાં લોકો ગાઇડલાઇનનું પાલન કરે તેવી અપીલ કરવામાં આવી હતી. રાજકીય પવનની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, રાજકીય પવન સારો છે આવતી ચૂંટણીમાં સત્યને સાથ આપી સેવા કરવા મોકો મળશે તો જરૂર રાજકારણમાં પ્રવેશ કરી સત્યની સાથે સેવા કરવા માંગુ છું.આ સાથે તેઓએ પોતાની બાળપણની યાદો તાજી કરતા જણાવ્યું હતું કે, બાળપણમાં ગામડે રહેતા હતા, નડિયા વાળા મકાન હતા તો બપોર સુધી પતંગ લૂંટી સાંજના કોઈ બીજાની અગાસી પર જઈ પતંગ ચગાવવા જતા હતા.રાજકોટિયન્સ મકરસંક્રાતિના પર્વની ઉજવણી હર્ષ અને ઉલ્લાસથી ઉજવી રહ્યા છે. સામાન્ય લોકોની સાથે સાથે સેલિબ્રિટી પણ આજના આ પર્વની ઉજવણી મિત્રો અને પરિવાર સાથે કરી રહ્યા છે. રાજકોટ ખાતે લોકસાહિત્યકાર દેવાયત ખવડ પણ તેમના પરિવાર અને મિત્રો સાથે ઉજવી રહ્યા છે. જ્યાં તેમણે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકીય પવન સારો છે,મોકો મળશે તો રાજકારણમાં ઝંપલાવીશ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજના દિવસે બાળપણની એક યાદ આવે છે બાળપણમાં તેઓ ગામડામાં રહેતા અને બપોર સુધી પતંગ લૂંટતા અને સાંજે પતંગ ઉડાવતા હતા. આજનો આ એવો દિવસ છે કે આજના દિવસે કોઈ મુહૂર્ત જાેવાની જરૂરિયાત રહેતી નથી. આજના દિવસે દાનપુન કરવું પણ ખુબ જ લાભદાયી માનવામાં આવે છે.
