મોબાઈલ રીપેરીંગ ખર્ચ નવાં મોબાઈલની કિંમત જેટલો નેટવર્ક તો ક્યારેક પણ મળતું જ નથી ??
નેશનલ બાળ વિકાસની કામગીરી કરતાં કર્મચારી લાંબી રજા પર ચાલ્યા ગયા તે કામગીરી પણ આંગણવાડી બહેનો માથે નાંખી….
બાળકોને કુપોષિત માંથી બહાર લાવવાની કામગીરી તો થતી જ નથી !!
ઊના – ભારત સરકારના બાળ વિકાસ મંત્રાલય અંતર્ગત આંગણવાડી કેન્દ્રોમાં આવતાં ગરીબ અને મધ્યમવર્ગના લોકોના બાળકો અને સગર્ભા માતાઓને શરીર પોષણ આપવા અપાતી ખાન-પાનની ચીજવસ્તુઓ બાબતે જાગૃતિ સાથે સ્વાસ્થ્ય પર રોગ પ્રતિરોધક ક્ષમતા મજબુત બને અને રાષ્ટ્રીય પોષણ સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત થતાં પ્રોગ્રામનાં ફોટાઓ અને અપાતાં ખોરાક વિષે સરકારના મંત્રાલયની દેખરેખ હેઠળ કૃપોષણની સ્થિતિની જાણકારી મેળવી તેમાં ખાદ્ય પોષણ અંગેની માહિતી મળતી રહે તેવાં હેતુસર ગુજરાત સરકાર દ્વારા બાળ વિકાસ વિભાગ દ્વારા દરેક આંગણવાડી કેન્દ્રોમાં બે વર્ષથી મોબાઇલ આપવામાં આવ્યા હતા. જેમાં ઉના શહેર તેમજ તાલુકાની ૨૫૫ આંગણવાડી બહેનો વર્કર અને ૧૦ સુપરવાઈઝરને મોબાઈલ આપવામાં આવ્યા હતા. તેમાં આંગણવાડીના આવતાં બાળકોની હાજરી તેમજ અપાતાં મેનુ મુજબના ખોરાક અને અન્ય સરકારે બનાવેલી વેપ પર ડે ટુ ડે ની માહિતી અપડેટ કરવામાં આવતી હતી..
પરંતુ ઉના તાલુકાના ગામિણ વિસ્તારમાં તેમજ શહેરી વિસ્તારમાં અપાયેલાં ૨૫૫ મોબાઈલ શોભાના ગાંઠિયા સમાન બની જતાં અને બંધ થઈ ગયાં હોવાથી તેને રીપેરીંગ માટે ઉના બાળ સંકલન વિકાસ કચેરીમાં નેશનલ બાળ વિકાસ મંત્રાલય અંતર્ગત કામગીરી કરતાં કર્મચારીને આપવામાં આવે છે તો તે મોબાઈલ સ્વિકારતા નથી. અને તે રીપેરીંગનો ખર્ચ આંગણવાડી કેન્દ્રોના બહેનો ઉપર ઠોકી બેસાડતા બહેનો રીપેરીંગ કામ માટે મોબાઈલ રીપેરીંગ દુકાને જાય છે તો નવા મોબાઈલ જેટલો ખર્ચ આવતો હોય છે. અને આ સરકારી મોબાઈલમાં નેટવર્ક પ્રોબ્લેમના પણ ધાંધીયા હોવાથી મુસ્કેલી અનુભવવી પડે છે..
મોબાઈલ બંધ થતાં આંગણવાડી બહેનો વર્કરને પોતાનાં ખર્ચે મોબાઈલ ખરીદી કરી તેમાં સીમ કાર્ડ નાખી ઓનલાઇન કામગીરી કરવી પડે છે. આ ઉપરાંત નેશનલ બાળ વિકાસ મંત્રાલય અંતર્ગત કામગીરી કરતાં કર્મચારી લાંબી રજા પર ઉતરી ગયા હોવાનાં કારણે તમામ કામગીરીનું ભારણ આંગણવાડી બહેનો વર્કર પર થોકી બેસાડવાના કારણે કેન્દ્રમાં આવતાં બાળકો પર પુરતું ધ્યાન નહિં અપાતું હોવાનાં કારણે કૃપોષિત બાળકો ૩ વર્ષ થી ૬ વર્ષ સુધીના બાળકોને પોષ્ટિક બનાવવા કૃપોષણ દુર કરવાની મૂળભૂત કામગીરી સંતોષકારક થતી નહિં હોવાના શૂર આંગણવાડી બહેનો વર્કરમાં ઉઠવા પામેલ છે. આંગણવાડી કાર્યકર બહેનોને મોબાઈલમાં ઇન્સ્ટોલ કરેલ દરેક સાઈડ પર પોતાના કેન્દ્રની કામગીરી ફરજીયાત કરવાની આ ઉપરાંત રેકર્ડ રજીસ્ટર અને પત્રકોમાં પણ બનાવીને ઓફીસમાં જમા કરાવવા આમ એકજ કામગીરી બે વખત કરવાની અને તેમાં પણ નેટવર્ક પ્રોબ્લેમ થાય તો અર્ધી રાત્રે પણ આ કામગીરી કરવાની ફરજ પડાય છે. તેનાં કારણે પરીવાર બાળકોની જવાબદારી નિભાવી શકાતી નહિં હોવાનાં કારણે માનસીક તનાવ આંગણવાડી બહેનો વર્કર અનુભવી રહ્યાં છે…
બોક્ષ્ – ૨૫૫ મોબાઈલ ધણી ધોરી વગર નાં બન્યા છે!!
આંગણવાડી બહેનોના જણાવ્યા મુજબ આ મોબાઇલ નેશનલ મંત્રાલય અંતર્ગત કામગીરી કરતાં કર્મચારી દ્વારા સરકારના રેકર્ડ રજીસ્ટર નોંધી આપેલ હોય તે બગડી જતાં કોને જેમાં કરાવવાં ?? ઓફીસમાં રેગ્યુલર અધિકારી નથી. ઈન્ચાર્જ અધિકારી મોબાઈલ રીપેરીંગ કરાવી આપતાં નથી. અને જમાં પણ લેતા નથી. પોતાના મોબાઇલમાં કામગીરી તો કરવીજ પડશે નહીં તો છુટા કરી દેવાની પણ અધિકારી દ્રારા કહેવાતુ હોવાનો શૂર સાંભળવા મળેલ. નેશનલ મંત્રાલય દ્વારા નિમાયેલા એક કર્મચારીને છુટાં કરી દીધાં છે. અને બીજો કર્મચારી લાંબી કપાત રજા પર ચાલ્યા ગયા હોવાનાં કારણે કબાટ રેકર્ડની ચાવી સાથે લેતાં ગયાં હોવાથી આ મોબાઇલ શોભાના ગાંઠિયા જેમ બંધ હાલતમાં પડ્યા છે
બોક્ષ્ – સરકારનો ખર્ચ વ્યથત ગયો ?…
રાજ્ય અને કેન્દ્ર સરકારના મંત્રાલય દ્વારા ઓનલાઈન કામગીરી હેતુસર અબજો અને કરોડની ગ્રાન્ટ ફાળવણીને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓને ખરીદી કરી છે તે કચેરીમાં સ્ટાફ કર્મચારીઓને આપ્યાં બાદ આ વસ્તુઓનો ઉપયોગ થાય ત્યાં સુધી બરાબર છે. પરંતુ ખરાબ થાઈ બંધ પડી ગયાં પછી જે તે સપ્લાય કરતી કંપનીઓને સર્વિસ અંગે કયારે પણ તકેદારી લેતી નહિં હોવાનાં કારણે કરોડો અને લાખો રૂપિયાનાં સાધનો કચરા પેટીમાં જતાં રહેતાં હોવાનું કચેરીમાં જોવાં મળશે…
બોક્ષ્ – આંગણવાડી બહેનોનો વધું રાજકિય કાર્યકમમાં ઉપયોગ કરાય છે…
આંગણવાડી બહેનો વર્કરને દરેક પ્રકારની કામગીરી સોંપી દેવાતી હોય છે. અને તેનાં કારણે મોટા ભાગની આંગણવાડી કેન્દ્રોમાં આવતાં બાળકો અને સગર્ભા માતા ઓની કાળજી લેવાતી નથી. નજીવા પગાર વેતન ચુકવીને સરકારી કાર્યક્રમોમાં સંખ્યા બતાવવા તેનો વધુ ઉપયોગ કરવાના કારણે સેંકડોની સંખ્યામાં આંગણવાડી કેન્દ્રોમાં આવતાં બાળકોનું બાળપણ ધુળમાં રોળાઈ રહ્યું છે. અને સરકારનો શુધ્ધ હેતુ સાકાર થતો નથી. એકંદરે બાવાના બેઉ બગડે તેવી સ્થિતિ સર્જાઈ છે…

