Gujarat

ઉના ગીરગઢડા કોંગ્રેસ દ્વારા સાત સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત ભાજપ સરકારની પોલ ખૂલી પાડશે..

શિક્ષણ, આરોગ્ય, મોંધવારી, ભ્રષ્ટાચાર, અસમાજીક પ્રવૃત્તિ, ની સ્થિતિ પ્રજા સમક્ષ લોક જાગૃતિનાં ભાગરૂપે ખુલ્લી પાડશે.

ઉના – ઉના ગીરગઢડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા છેલ્લા ૨૭ વર્ષનાં ભાજપના શાસન અને આઠ વર્ષનાં કેન્દ્ર સરકારનાં સાસન દરમ્યાન ગુજરાત રાજ્ય અને દેશ તેમજ દરેક તાલુકા જીલ્લા કક્ષાએ ગ્રામિણ વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય, મોંધવારી, ભ્રષ્ટાચાર, અસમાજીક પ્રવૃત્તિ , ડ્રગ્સ, દારૂ,અને વ્યભિચાર, દુરાચાર, અવયવહારીક આરાધકતા ફેલાવતું શાસનથી પ્રજાની વાચા વેદના અને મુશ્કેલી સામે ભાજપ શાસનનાં વહિવટની સાચી હકીકતો સામે લાવી લોક જાગૃતિનાં ભાગરૂપે ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશ અને કોંગ્રેસ સમિતિ દ્વારા સાત સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત વિવિધ મુદ્દે દર સપ્તાહનાં શુક્રવારે સવારે ૧૦થી સાંજે ૫ સુધી ટાવર ચોક ખાતે છાવણીમાં સત્યાગ્રહ આંદોલન કરીને પત્રિકાઓ, મીડીયા અને મોટા સ્કીન ટીવી ચેનલ દ્વારા સરકારનાં ચાલતાં ભ્રષ્ટ સાસનને ખુલ્લા પાડી વાસ્તવિકતા લોકો સમક્ષ મૂકીને લોકોનાં અભિપ્રાય લેવાશે અને તે વિડીયો આપનાર પ્રજાનાં નિડર પ્રજાહિત માટે લોકશાહીની લડતમાં ભાગ લેનારા તમામનું કોંગ્રેસ સમિતિ દ્વારા સન્માન કરીને પ્રોત્સાહિત કરાશે તેવું ઉના સર્કીટ હાઉસ ખાતે ધારાસભ્ય પુંજાભાઈ વંશએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું..

સાત સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત પ્રથમ તારીખ ૯/૯/૨૦૨૨ નાં રોજ ગુજરાત રાજ્યમાં શિક્ષણની કથળેલી સ્થિતિ અને આજનાં ભવિષ્યને ખત્મ કરી શિક્ષણ નિતી નિયમો અને શાળાની હાલત શિક્ષકોની ધટ શિક્ષણનું સત્યાનાશ વિષે વકૃત્વ સ્પર્ધા વક્તવ્ય દ્વારા વિડીયો રેકોર્ડિંગ કરીને શિક્ષણની અધોગતિ વિષે કાર્યકમ દ્વારા લોકોને જાગૃત કરાશે. બીજા સપ્તાહમાં ભાજપના સાસનમાં મોંધવારીની મોંકાણ જેમાં રાંધણગેસ, તેલ ખાદ્ય પદાર્થો તેમજ પેટ્રોલ ડીઝલ સહિતના ભાવ બાબતે, ત્રીજા સપ્તાહે રાજ્યમાં દારૂ, જુગાર, ડ્રગ્સ, ગાંજા, ચરસ, નસીલા પદાર્થો ગુજરાતનાં યુવાધનને બરબાદ કરીને અનેક ધરોને બર્બાદ ક્યાં છે. તેની વિશે નસીલા ઉડતાં ગુજરાત, ચૈથા સપ્તાહમાં ગુજરાત વિકાસ મોડલનો ફુઞગો ફોડવા રોડ રસ્તા, નદી નાળા, પૂલ અને ખોટી ભ્રમણા વાતોનું વાસ્તવિક ટીવી સ્ક્રીન ઉપર દેખાડવામાં આવશે, પાંચમા સપ્તાહમાં ભય ભુખ અને ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટ્યો છે અને ઓનલાઇન કામગીરીમાં વિધવા સહાય યોજનાની રકમ, તોકતે વાવાઝોડાના લાભાર્થીની રકમ તેમજ થયેલાં ભ્રષ્ટાચાર ભાજપ ચાલચરિત્ર અને ચહેરાની ઝીણી ઝીણી બાબતોનાં વિવિધ કાર્યક્રમો સરકારની અણ આવડત કોરોના કાળના સંકટમાં પ્રજાની કથણાય અને ભાજપના ખોખલા દાવા ખુલ્લા પાડશે.

આમ પોણા બે મહિનામાં દરમ્યાન સાત સપ્તાહ કાર્યક્રમ ઊના ગીરગઢડા તાલુકા તમામ પ્રજાકિય સમસ્યા ખેડુતો માછીમારો અને સામાન્ય પ્રજા ગુજરાતનાં ૨૭ વર્ષનાં સાસન દરમ્યાન કેટલી દુઃખી થઈ છે તેની સત્ય અને રેકર્ડ આધારીત હકીકત તમાંમ પ્રજા વચ્ચે મુકી જાગૃત કરી આવનાર દિવસોમાં લોકશાહી બચાવીને પ્રજાની વાત સાંભળી શકે યુવાનોને રોજગાર આપી શકે તાના શાહીનો અંત આવે તેવાં હેતુસર નવતર પ્રકારના કાર્યક્રમો ગાંધી ચીંધ્યા માર્ગે સત્યાગ્રહ આંદોલન કરી ખૂલ્લા પાડવામાં આવશે. અને તેમાં પ્રિન્ટ મિડિયા ઈલેક્ટ્રોનિક મીડિયા શોશીયલ મીડિયાનો સહકાર રહે સત્ય રેકોર્ડ આધારીત વાસ્તવિક વાત લોકોની જાગૃતી માટે ધર ધર પહોંચતી કરવામાં આવે તેવી પ્રેસ કોન્ફરન્સમાં પુંજાભાઈ વંશએ સહયોગ આપવા જણાવ્યું હતું….

 

 

ઉના-ગીરગઢડા-કોંગ્રેસ-દ્વારા-સાત-સપ્તાહ-કાર્યક્રમ-અંતર્ગત-ભાજપ-સરકારની-પોલ-ખૂલી-પાડશે.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *