Gujarat

ઉના ભાવનગર હાઇવે પર સનખડાને સર્વિસ રોડ આપવા માંગ કરાય..

ઊના ભાવનગર નેશનલ હાઇવે રોડની કામગીરી શરૂ હોય ત્યારે હાઇવે પર આવેલ ગાંગડા ગામથી સનખડા ગામે જવા માટેનો મુખ્ય રસ્તો આવેલ હોય અને આ નેશનલ હાઇવે દ્રારા હાલ સર્વિસ રોડ આપવામાં આવેલ નથી. જેના કારણે આ વિસ્તારના વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાઇવે રોડ જમીનથી ઉંચો બનાવેલ હોવાના કારણે આ વિસ્તારના ગ્રામજનોને પોતાના વાહનો સાથે પસાર થતાં હોય ત્યારે ઢાળ ઉપરથી ઉંચે ચઢવા ઉતરવા સમયે હાઇવે ઉપરના વાહનનો દેખાતા ન હોવાથી ગંભીર અકસ્માતનો ભય રહેતો હોય છે. સનખડાથી ઘણા ગામ જવાનો મુખ્ય રસ્તો હોવાથી આ હાઇવે પર સર્વિસ રોડ તાત્કાલીક બનાવવામાં આવે તેમજ બસ સ્ટોપ બનાવી આપવામાં આવે તેવી ગામ લોકોની માંગણી ઉઠવા પામી છે. આ બાબતે જીલ્લા પં. સદસ્ય વીરાભાઇ બોઘાભાઇ ઝાલાએ નેશનલ હાઇવે ઓથોરીટીને લેખિત રજુઆત કરી માંગણી કરેલ છે.

-હાઇવે-પર-સનખડાને-સર્વિસ-રોડ-આપવા-માંગ-કરાય-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *