Gujarat

ઉપલેટામાં કારે બાઈકને ટક્કર મારતા બે ભાઈના મોત

રાજકોટ
રાજકોટના જાેડિયા ભાઈ મહેશ મનજી ચૌહાણ(ઉં. વ.૨૫ ), મનોજ ધનજી ચૌહાણ (ઉં.વ.૨૫ ) અને નગીન લાલજી ઢાંકેચા ટ્રિપલ સવારી બાઇકમાં જામજાેધપુર તાલુકાના ગોપથી તરસાઈ મુકામે ઢોલ વગાડવા જતા હતા. ત્યાારે રસ્તાીમાં ઉપલેટાના ગણોદ અને વાડાસડા વચ્ચેી પાછળથી આવતી કારના ડ્રાઈવરે જાેરદાર ટક્કર મારતાં ત્રણેય બાઇક પરથી ફંગોળાઈને રોડ પર પટકાયા હતા, જેમાં મનોજ અને મહેશનાં ઘટનાસ્થબળે જ મોત નીપજ્યં હતાં, જ્યાસરે નગીનને ગંભીર ઈજા પહોંચતાં ઉપલેટા કોટેજ હોસ્પિઅટલે સારવાર માટે ખસેડાયો હતો. જામજાેધપુરના ગોપથી તરસાઈ ઢોલ વગાડવા જતા સફાઈ કામદાર સમાજના જાેડિયા ભાઇઓના અકસ્માપતમાં મોત થતાં અરેરાટી વ્યાફપી ગઈ છે. બન્ને જાેડિયા ભાઈઓનો જન્મજ પણ સાથે અને મરણ પણ સાથે થતાં પરિવારમાં ઘેરો શોક છવાઈ ગયો છે. આ બનાવની જાણ થતા ઉપલેટા વાલ્મીકિ સમાજના આગેવાનો ઉપલેટાની સરકારી હોસ્પિઈટલ પહોંચી ગયા હતા. મૃતક બન્ને ભાઈ અપરિણીત હતા. બંને ભાઈની માતા હયાત નથી જ્યારિે પિતા માનસિક રીતે દિવ્યાંીગ છે. ઘટનાની જાણ થતાં ઉપલેટા પોલીસ દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે. ૧૭ દિવસ પહેલાં જસદણના વીરનગર પાસે ફોર વ્હીલરચાલકે એક્ટિવાચાલકને એડફેટે લીધો હતો, જેમાં એક્ટિવાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. એક્ટિવામાં સવાર બે યુવક જેનિશ હરેશભાઈ બરવાળિયા અને કેનિલ હિતેશભાઈ પરસાણાનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. આ ઘટનાની જાણ થતાં જ પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી. મૃતક જેનિશ પરિવારમાં એકનો એક પુત્ર હતો અને હજુ બે મહિના પહેલાં જ તેના લગ્ન થયા હતા.ઉપલેટાના ગણોદ અને વાડાસડા ગામે ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં કારે ટ્રિપલ સવારી બાઇકને અડફેટે લેતાં જાેડિયા ભાઈના કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં, જ્યારે એકને ગંભીર ઇજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. જાેડિયા ભાઈ મહેશ ચૌહાણ, મનોજ ચૌહાણ અને તેની સાથેનો યુવાન જામજાેધપુરના ગોપ ગામેથી તરસાઇ ગામે ઢોલ વગાડવા જઇ રહ્યા હતા. ત્યારે ગણોદ-વાડાસડા ગામે અકસ્માત નડ્યો હતો. મૃતક જાેડિયા ભાઈને માતા હયાત નથી અને પિતા માનસિક દિવ્યાંગ છે. માની કૂખેથી જન્મ સાથે લેનારા જાેડિયા ભાઈએ દુનિયાને પણ સાથે અલવિદા કરતાં પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *