મહેસાણા
મહેસાણા તાલુકાના એક ગામમાં કડી તાલુકામાંથી જાન આવવાની હતી. જાેકે, તા ૧૧મી મેના રોજ બંને લગ્ન થવાના હતા. આ બે લગ્ન પૈકી એકમાં છોકરીની ઉંમર ૧૫ વર્ષ તો સામે છોકરાની પણ ઉંમર ૧૫ વર્ષ હતી. તો બીજા લગ્નમાં છોકરીની ઉંમર ૧૯ વર્ષ હોવાથી આ અંગેની જાણ જાગૃત નાગરિક દ્વારા ચાઈલ્ડ લાઈનની હેલ્પ લાઇનના કાર્યકરો સહિત સંલગ્ન વિભાગ દ્વારા બંને પરિવારોને મળીને સમજાવવામાં આવ્યા હતા. તંત્ર અને કાર્યકરોની સમજાવટથી બંને પરિવારોએ બંને લગ્ન નહીં યોજવાની બાંહેધરી પણ આપી હતી.મહેસાણા પંથકના એક ગામમાં બે બાળ લગ્ન યોજવાના હતા, પરંતુ જાગૃત નાગરિક દ્વારા ચાઈલ્ડ લાઈનની હેલ્પ લાઇન પર માહિતી આપતા સંસ્થાના કાર્યકરો દ્વારા બંને પરિવારને સમજાવતા વાલીઓએ લગ્ન રદ્ધ કરવાનો આવકારદાયક ર્નિણય કર્યો હતો.


