Gujarat

ઉપલેટામાં પતિ પત્નીની હત્યા કરનાર બાપ દીકરા બંનેની ધરપકડ

હત્યા નહીં કરીએ ત્યાં સુધી નિરાંત નહીં થાય તેવી ધમકી આપી’તી
પિતા-પુત્રની ઉલટ તપાસ:છરી કબ્જે કરતી પોલીસ
ઉપલેટામાં જીકરિયા મસ્જિદ ચોક ખાતે પિતા-પુત્રે છરીના ઘા જીકી દીકરી રીના અને જમાઇ અનિલને પતાવી દીધા હતા. બનાવ અંગે મૃતક યુવાનના પિતા મનસુખભાઈએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પિતા-પુત્રને ઝડપી લઇ મામલતદાર પાસે ઓળખ માટે રજૂ કરવામાં આવ્યા હતા આવતી કાલે કોર્ટમાં રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.
ઉપલેટામાં ડબલ મર્ડરની ઘટનામાં પોલીસે બંને આરોપી પિતા-પુત્રને પોલીસે દબોચી લઇ તપાસનો ધમધમાટ શરૂ કયોર્ર્ છે. અહીં એ ઉલ્લેખનીય છે કે શહેરના જીકરિયા મસ્જિદ ચોક ખાતે પૂર્વઆયોજિત કાવતરૂ રચી રીનાના ભાઈ અને પિતાએ છરીના ઘા ઝીંકી રીના અને અનિલ ને પતાવી દીધા હતા ત્યાર બાદ મૃતક યુવાનના પિતા મનસુખભાઈએ ફરિયાદ નોંધાવી હતી.
તાલુકાના અરણી ગામે રીના સોમજી સીગરખીયા (ઉ.વ 18) અને ખીરસરા ગામે રહેતા અનીલ મનસુખભાઈ મહિડા (ઉ.વ 22) એ લવ મેરેજ કરી લીધા હોવાથી આ વાત રીના ના ભાઈ સુનિલ અને પિતા સોમજીને ગમી નહોતી એ વાતનો ખાર રાખી રીના અનિલ સાથે હોસ્પિટલમાં જતી હતી ત્યારે પૂર્વયોજિત કાવતરું રચી કુંભારવાડા નાકે સતીમાં ડેરી પાસે બંનેને છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી આ અંગે ઉપલેટા પોલીસ મથકમાં મૃતક યુવકના પિતા મનસુખ ભાઈ ગોવિંદભાઈ મહિડા આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા આરોપી સુનિલ સોમજી સીગરખીયા અને સોમજી જેઠાભાઈ સીગરખીયા વિરૂદ્ધ કલમ 302,120(બી) અને 114 હેઠળ ગુનો નોંધ્યો હતો.
લગ્ન બાદ રીનાના પિતા સોમજીભાઈને મે કહ્યુ હતુ કે તમારી દીકરી અને મારા દીકરાએ બંનેએ લગ્ન કરી લીધા છે તો તેમને શાંતિથી જીવવા દો એમ કહેતા બંને બાપ દીકરો ઉશ્કેરાઈ ગયા અને કહેવા લાગ્યા કે જ્યાં સુધી મારી દીકરી રીના અને તમારો પુત્ર અનિલને ગોતીને મારી ન નાખીએ ત્યાં સુધી નિરાંત નહીં થાય અને જો આજે તમારો દીકરો અને રીના અહીં હોત તો તમારી સામે બંને ના કટકા કરી નાખુ એવી ધમકી આપી જતા રહ્યા હતા.
આરોપીઓને પોલીસે ધરપકડ કરી ઓળખ કરવા માટે મામલતદારમાં રજુ કરેલ હતા તેમજ ઉલટ તપાસ હાથ ધરી છે આ ઘટનામાં ઉપયોગમાં લેવાયેલ છરી પોલીસે કબજે કરી છે.
તેમજ આ હત્યામાં અન્ય કોઈ શ્કમદની મદદગારી છે કે કેમ તેમજ અન્ય તપાસ માટે આવતી કાલે બન્ને આરોપીને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે
હરેશ ભાલીયા જેતપુર

Screenshot_20220421-181521__01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *