ઊનાના ગરાળ ગામે આવેલ ભુતડાદાદા આશ્રમ ખાતે ક્રિષ્નેશ્વર મહાદેવ મંદિર ૧૧ મો પાટોત્સવ તા.૩ ને અખાત્રીજના દિવસે યોજાશે. જેમાં દેહશુધ્ધિ, હોમાત્મક લધુરૂદ્ર, રૂદ્રાભિષેક, ષોડસોપચાર પૂજન, બપોરના ભોજન પ્રસાદ, સાંજે ૪ કલાકે બીડા હોમ તેમજ રાત્રીના દશ વાગ્યે સંતવાણીનો પણ કાર્યક્રમ યોજાશે. સંતવાણીમાં વિજય ગઢવી, શામળદાન ગઢવી તથા સાજીંદાઓ રમજટ બોલાવશે. આ ધાર્મિક કાર્યક્રમ મહંત અમરગીરીજી ગુરૂશ્રી ક્રિષ્નાનંદગીરીજી મહારાજ દ્રારા આમંત્રણ પાઠવેલ.


