ઊના – ઊના શહેરમાં ગીરગઢડા રોડ પર આવેલ સુગર ફેકટરીના ગ્રાઉન્ડમાં નવાબંદર અને ગીરગઢડા પોલીસે ગેર કાયદેસર પકડી પડેલ દારૂનો જથ્થો રૂ. 6.87 લાખથી વધુનો દારૂ બિયરનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.
નવાબંદર અને ગીરગઢડા પોલીસે ગેર કાયદેસર દારૂનો જથ્થો પકડી પડેલ હોય જે આજે નવાબંદર અને ગીરગઢડા પોલીસે દ્વારા તમામ દારૂનો જથ્થો વાહન મારફતે ઉના સ્યુગર ફેક્ટરીના ગ્રાઉન્ડમાં લાવવામાં આવેલ હતો. અને તમામ અલગ અલગ વિદેશી દારૂની બોટલો અને બિયરના ડબલાઓ નીચે ગોઠવામાં આવેલ અને તેની ઉપર બુલડોઝર ફેરવી દેઇ તમામ દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. નવાબંદર પોલીસમાંથી દારૂ અને બીયરનાં ડબલા મળી કુલ નંગ 3498 કિ. રૂ.5,07,345 નો મુદામાલ તેમજ ગીરગઢડા પોલીસ માંથી દારૂ અને બીયરના ડબલા મળી કુલ નંગ 783 કિ. રૂ. 1,80,030 નો મુદામાલ નાશ કરવામાં આવેલ હતો. આમ બન્ને પોલીસ સ્ટેશન હેઠળનો દારૂનો જ્થ્થો કિ.રૂ. 6 લાખ 87 હજારોનો મુદામાલ નાશ કર્યો હતો. આ તકે ગીર સોમનાથ જિલ્લા ડી વાય એસ પી જીબી બાંભણીયા, નવાબંદર પીએસઆઇ એમ કે મકવાણા, કે બી પરમાર, ગીરગઢડા પી એસ આઈ જે આર ડાંગર અને પોલીસ સ્ટાફ તેમજ ડે. કલેકટર રાવલ, મામલતદાર આર આર ખાંભરા સહિતના અધિકારીઓની હાજરીમાં દારૂનો જથ્થો નાશ કરવામાં આવેલ હતો..


