ઊના ભાવનગર હાઇવે પર આવેલ નાઠેજ પાસે પુલ નજીક પુરપાટ ઝડપે આવતો ટ્રેક્ટર ચાલકે બાઇકને હડફેટે લેતા બાઇક પર સવાર વૃધ્ધા મહીલાનું મોત નિપજ્યુ હતું. જ્યારે મૃતક વૃધ્ધના દિકરા તેમજ બાળકીને ગંભીર ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવેલ છે. આ અંગે પોલીસ તજવિજ હાથ ધરેલ છે.
આ અંગેન પ્રાપ્ત વિગત મુજબ રમેશપરી કાનપરી ગોસ્વામી પોતાની બાઇક પર તેમની માતા મંગુબેન કાનપરી ગોસ્વામી ઉ.વ.૬૦ તેમજ દિકરી ભારતીબેન કાનપરી ગોસ્વામી ઉ.વ.૧૨ રહે. સોંદરડા ગામેથી બાઇક પર વરસીંગપુર ગામે પોતાના બહેનના ઘરે જતા હતા. ત્યારે ઊના ભાવનગર હાઇવે રોડ આવેલ નાઠેજ ગામ પાસે સામેથી આવતો પુરઝડપે ચલાવી આવતો ટ્રેક્ટર ચાલકે બાઇકને હડફેટે લેતા બાઇક ફંગોળાઇ જતાં નિચે પટકાયા હોય આ અકસ્માતમાં મંગુબેનને ગંભીર ઇજા થતા ખાનગી હોસ્પીટલમાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યુ હતું. જ્યારે રમેશભાઇ તેમજ તેમની દિકરી ભારતીબેનને ગંભીર ઇજા પહોચતા સારવાર અર્થે ખાનગી હોસ્પીટલે ખસેડવામાં ખસેડાયેલ છે. આ અકસ્માતની ઘટના બનતા ટ્રેક્ટર ચાલક નાશી છુટ્યો હોવાનું જાણવા મળેલ અને મૃતક વૃધ્ધાનું પીએમ અર્થે સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવેલ આ અકસ્માતની જાણ તેમના પરીવારજનોમાં થતા હોસ્પીટલે દોડી ગયા હતા. અને પરીવારજનોમાં શોક પ્રસરી ગયેલ હતો. આ અંગે પોલીસે આગળની તપાસ કરી કાર્યવાહી હાથ ધરવા તજવિજ હાથ ધરેલ છે.


