Gujarat

ઊનાના પસવાળામાં ભ્રષ્ટાચારી વીસી સામે તપાસ કરી પગલા ભરવા માંગ..

આવક, જાતિ, રહીશના દાખલા કાઢવાના અરજદારો પાસેથી ગે.કા. રૂ.૫૦ની ઉઘરાણી કરે છે.

વાવાઝોડા નુકસાનીના ફોર્મ ભરવાના રૂ.૧૦૦ થી ૫૦૦ લીધા પરંતુ આજ સુધી નાણા ખાતામાં જમાં આવ્યા નથી.

ઊનાના પસવાડા ગામે વીસી તરીકે ફરજ બજાવતા હરદેવસિંહ વાળા છેલ્લા ચાર થી પાંચ વર્ષથી વીસી તરીકે કામગીરી બજાવે છે. આ વીસી દ્રારા ગરીબ અભણ, પછાત પરીવાર પાસેથી સરકારી સહાયના તમામ કામગીરીના ફોર્મ માટે પૈસા લઇને કામગીરી કરવામાં આવે છે. અને પૈસા લેતા હોવા છતાં ગરીબ પ્રજાને હેરાન પરેશાન કરે છે. આ વીસી દ્રારા આવક, જાતિ, રહીશના દાખલા કાઢવાના અરજદારો પાસેથી ગે.કા. રૂ.૫૦  વસુલી કરી નાણા પાડાવતો હોય ૭/૮/૧૨ના કામમાં રૂ.૩૦ ઉઘરાવે છે ખરેખર એક નકલના  રૂ.૫ થાય છે. તેની જગ્યાએ ભોળી અભણ પ્રજા પાસેથી રૂ.૧૦ વસુલી કરે છે. આ બાબતે ગ્રામજનો દ્રારા વાંધો ઉઠાવે તો તે કહે છે હું ગમે તેટલા રૂપિયા લઇ તમે મને રોકી શકો નહીં તેવા ઉડાવ જવાબો આપે છે. ખાતેદાર ખેડૂતોને મળતી કોઇપણ સહાય ફોર્મ પર જેવો માણસ એવા પૈસાનો તોડ મનફાવે તેમ અભણ લોકો પાસેથી કરે છે. સરકારના નિયમ મુજબ દરેક કામ ઉપર નિયત ભાવ હોવા જોઇએ. પરંતુ આ વીસીને કોઇ નિયમ લાગુ ન પડતો હોય તેમ પોતાની મનમાની રીતે નાણા લઇ છે. આ બાબતે સરપંચ અને મંત્રીને જાણ કરવા છતાં સતાધિશ સરપંચ અને મંત્રી આ બાબતે હાથ ઉંચા કરી પંચાયત કચેરી મોન ધારણ કરી આવા વીસીઓને પ્રોત્સાહન આપી રહ્યાં છે. અગાઉ વાવાઝોડા સમયમાં અમુક ગરીબ વ્યક્તિઓ પાસેથી રૂ.૨૦૦, રૂ.૩૦૦ તેમજ રૂ.૫૦૦ જેવી મોટી રકમ તોડ કરી કેટલાય ફોર્મ ભરવા છતાં ગરીબ પરીવારોના નાંણા તેના કારણે અટકી પડેલા છે. અગીયાર માસ થવા છતાં આજ સુધી વાવાઝોડાની નુકસાનીના નાણા આવ્યા નથી. આમ આ વીસીની તાત્કાલીક તપાસ કરવા અને યોગ્ય કાર્યવાહી કરી નવા વીસીની નિમણૂક કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી સાથે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *