મોટા ભાગના વિદ્યાર્થીઓને જગ્યાના અભાવે પરત ઘરે જવાનો વારો આવ્યો..અભ્યાસ પર અસર
ઊનાના સનખડા અને ગાંગડા ગામના વિદ્યાર્થીઓ સલામત સવારી એસ ટી બસમાં મુસાફરી કરી અભ્યાસ અર્થે ઉનાની શાળા કોલેજમાં આવે છે. ઉના ડેપો દ્રારા માત્ર એક મીટી એસ ટી બસ ઉના –સનખડા મુકાયેલ જેમાં સનખડા અને ગાંગડાના ૬૦ જેટલા વિદ્યાર્થીઓ વહેલી સવારે શાળાએ જવા આવવા મુસાફરી કરતા હોય છે. ઊના – સનખડા રૂટ પર મીની એસ ટી બસ મુકી દેવાયેલ હોવાના કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ બસની અંદર જગ્યા ના અભાવે બેસી શક્તા ન હોય તેમજ અમુક વિદ્યાર્થીઓને ઉભા રહીને જવાનો વખત આવ્યો છે. તો અમુક વિદ્યાર્થીઓ બસમાં જગ્યાના અભાવે પરત ઘરે જતાં રહે છે. જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર પડતી હોવાનું વાલીઓમાં શૂર ઉઠી રહ્યો છે. જ્યારે આ મીની બસમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભરાતા ઘટા-બકરા ભર્યા હોય તેવી હાલત વિદ્યાર્થીઓની થવા પામેલ હોય જેથી એસ ટી ડેપો દ્રારા તાત્કાલીક આ રૂટ પર મોટી બસ મુકવામાં આવે તેવી વિદ્યાર્થીઓની માંગણી ઉઠવા પામેલ છે. અગાઉ આ રૂટ પર મોટી એસ ટી બસ મુકવામાં આવેલ પરંતુ અચાનક મીની બસ શરૂ કરાતા વિદ્યાર્થીઓને આવી સ્થિતીનું નિર્માણ થવા પામેલ છે.


