Gujarat

ઊનાના સામતેર ગામના ખેડૂતે ૨૦૦૯માં એ.પી.યુ. ભરેલ પરંતુ આજ સુધી વિજ કનેક્શન ન આપ્યું….

૧૩ વર્ષથી ખેડૂતે કંટાળીને વ્યાજ સાથે રકમ માંગી, છેલ્લા એક વર્ષની અધિકારીઓનો કોઇ જવાબદારી નથી….

ઊના – ઊનાના સામતેર ગામના મૂળુભાઇ કેશુભાઇ ગોહીલ નામના ખેડૂતે વર્ષ ૨૦૦૯ માં પી જી વી સી એલ માંથી જણાવેલ હતું કે આપનું કનેક્શન આવી ગયુ હોય જેથી એ.પી.યુ. રકમ ભરી જાવ કહેલ હતું આથી ખેડૂત મુળુભાઇએ તા.૨૪ માર્ચ ૨૦૦૯ માં રૂ.૨૩,૦૨૦ ની રકમ ભરેલ પરંતુ ખેડૂતને વિજ કનેક્શન આપવામાં ન આવતા કચેરીઓના ધક્કા ખાઇને અંતે કંટાળી ગયા હતા. ત્યાર બાદ છેલ્લા ૧૩ વર્ષથી આ ખેડૂતની વાડીમાં હજુ સુધી વિજ કનેક્શન મળેલ નથી. તા.૨૩ જાન્યુ.૨૦૨૧ માં આથી એક વર્ષ પહેલા વ્યાજ સહીતની રકમ માગેલી હોય પરંતુ હજુ સુધી પીજીવીસીએલ કચેરીના જવાબદાર અધિકારીઓ આજ સુધી કોઇ જવાબ આવ્યો નથી. આ રીતે છેલ્લા ૧૩ વર્ષથી ખેડૂતને વિજ કનેક્શન આજ સુધી આપવામાં આવ્યુ નથી.

ખેડૂતોમાં એવો પણ શૂર ઉઠી રહ્યો છે કે હાલ માર્ચ મહીનો ચાલુ હોય જેથી કોઇ વિજ કનેક્શન ધારકોનું બીલ બાકી હોય તો તેનું મીટર ઉતારી લેવામાં આવે છે. પરંતુ અમારા જેવા નાના ખેડૂતોના પૈસા બાકી હોય તો કોઇ અધિકારી જવાબ આપતા નથી. અને મોટા માથાઓના વિજ કનેક્શનના તાત્કાલીક રોતોરાત મળી જતા હોય છે. અને તેમના બીલો પણ બાકી હોવા છતાં તેમના કનેક્શન કાપવામાં પીજીવીસીએલના અધિકારીઓને સરમ અનુભવે છે. જ્યારે નાના ખેડૂતો પોતાના વિજ કનેક્શન માટે પૈસા ભરેલ હોવા છતાં પણ કનેક્શન આપવામાં આવતા નથી અને કનેક્શન કાપી નાખે છે. આ બાબતે ઉચ્ચકક્ષાએથી તટસ્થ તપાસ થવી જરૂરી તેવી ખેડૂતોની માંગણી ઉઠવા પામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *