Gujarat

ઊનાના સોંદરડી ગામમાં રહેણાંક મકાનમાં અજગર આવી ચડતા અફડા તફડી મચી…

ઊના – છેલ્લા અઠવાડીમાં ઉના તાલુકાના અલગ અલગ ગામની સીમ વાડી વિસ્તારોમાં ચાર જેટલા મહાકાય અજગર આવી ચડતા વનવિભાગ દ્રારા રેશ્ક્યુ કરવામાં આવેલ હતા. ત્યારે આજે પણ ઊનાના સોંદરડી ગામે રહેતા કિશોરસિંહ બાલુભા ગોહીલના ઘરના રસોડામાં ફુટનો લાંબો અજગર ઘુસી આવતા અફડા તફડી મચી જવા પામી હતી. અને આજુબાજુના લોકો એકઠા થઇ ગયા હતા. અને આ મહાકાય અજગરને જોતા લોકોમાં ભય ફેલાય ગયો હતો. આ અંગેને ઘર માલીકે વનવિભાગનો સંપર્ક કરતા તાત્કાલીક વનવિભાગનો સ્ટાફ રેસ્ક્યુ ટીમ સાથે સ્થળ પર દોડી ગયેલા અને મહામુસીબતે રસોડામાં છુપાયેલ મહાકાય અજગરનું રેશ્કયુ કરી સલામત રીતે કોથળામાં પુરી જંગલમાં મુક્ત કરવામાં આવેલ હતો..

ઊનાના-સોંદરડી-ગામમાં-રહેણાંક-મકાનમાં-અજગર-આવી-ચડતા-અફડા-તફડી-મચી-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *