Gujarat

ઊનામાં ગૈરવ યાત્રાની ભવ્ય સ્વાગત કરાયું…

ઊના ત્રિકોણ બાગ સામે રાવણાવાડી ખાતે પૂર્વ ધારાસભ્ય કે સી રાઠોડની આગેવાની હેઠળ ભારતીય જનતા પાર્ટી દ્રારા ગૈરવ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં સાંસદ રાજેશભાઇ ચુડાસમા,  માનસીંગભાઇ પરમાર સહીતના ભાજપ કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આરોગ્ય વિભાગના મેડીકલ ઓફીસર ડો.ડુમાતર, ડો.પંપાણીયા સહીતનો આરોગ્ય સ્ટાફ પણ હાજર રહેલ હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વચર્યુઅલ પ્રેરક ઉપસ્થિતીમાં ૫૦ લાખ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ વિતરણ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અશ્વિનભાઇ ચોબે એ સભા સંબોધતા જણાવેલ કે દેશ અને દુનિયામાં ગુજરાતનું નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કર્યુ છે. ભાજપની સરકારે અનેક વિકાસના કામો કર્યા છે. આ અંતર્ગત ઉના તાલુકામાં આયુષ્માન કાર્ડ વિતરણ કાર્યક્રમનો શુભારંભના પ્રથમ દિવસે ૧૮૦૦ આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. આ ગૈરવ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

-યાત્રાની-ભવ્ય-સ્વાગત-કરાયું-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *