Gujarat

ઊના ગીરગઢડા પંથકમાં લમ્પી વાયરસના વધુ ૮ કેઇસ કુલ ૧૬૦ આંકડો પહોચ્યો..

ઊના ગીરગઢડા પંથકમાં લમ્પી વાયરસનો કહેર વધી રહ્યો છે. અને શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર લમ્પી વાયરસથી પીડાતા પશુઓ જોવા મળે છે ત્યારે તાલુકાના ૬૩ ગામોમાં લમ્પી વાયરસ અસરગ્રસ્ત થયેલ ૨૫૧ ગાયો માંથી કુલ ૧૬૦ એક્ટીવ કેઇસો સામે આવ્યા છે. જ્યારે લમ્પી વાયરસનો ભોગ બનેલી ૯૦ ગાયોની સારવાર બાદ રીકવર થયેલ છે. હાલ લમ્પી વાયરસના કેઇસો વધી રહ્યા છે. ત્યારે ગૈપ્રેમી રક્ષકદળ દ્રારા સમયસર દવાથી સારવાર અને જાળવણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ઉમેજ ગામમાં છેલ્લા ત્રણ દિવસમાં લમ્પી વાયરસ ૬૭ ગાયો અસરગ્રસ્ત થયેલ હોવાનું જાણવા મળેલ છે અને આ તમામ લમ્પીનો ભોગ બનેલ ગાયોને ગૈરક્ષકદળના સેવાભાવી યુવાનો દ્રારા મહુવાથી આયુર્વેદિક વેક્સીન મંગાવી અસરગ્રસ્ત પશુને પોતાના ઘરે ઘરે જઇ વેક્સીન આપી સારવાર કરી રહ્યા છે.

ઊના-ગીરગઢડા-પંથકમાં-લમ્પીના-વધુ-૮-કેઇસ-કુલ-૧૬૦-આંકડો-પહોચ્યો.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *