એપ્રિલ માસથી તેલ આવેલ નથી કે સ્થાનિક ખરીદી કરવાની કોઇ પરવાનગી નથી.
ઊના – ઊના તાલુકા આઇસીડીએસ બાળવિકાસ સંકલીત હેઠળ તાલુકાની આંગણવાડીઓમાં બાળકોને અભ્યાસની સાથે રમત ગમત તેમજ નાસ્તો આપવામાં આવે છે. પરંતુ તાલુકાની આંગણવાડી કેન્દ્ર ખાતે છેલ્લા બે માસથી જીલ્લામાં તેલ ન આવતા શહેર અને તાલુકાની તમામ આંગણવાડી કેન્દ્રના મહીલા સંચાલકોને ફેબ્રુ. અને માર્ચ આમ બે માસ સુધી સ્થાનિક ખરીદી કરીને બાળકોને નાસ્તો બનાવી આપવાનું જણાવેલ હતું. પરંતુ આ ખરીદી કરેલ તેલના બિલો પણ ચુકવી દેવામાં આવે છે. જોકે બે માસ વિતી ગયા બાદ એપ્રિલ માસમાં તેલ સ્થાનિક ખરીદી કરવાની કોઇ પરવાનગી આપવામાં આવેલ ન હોય જેથી દાતાઓ દ્રારા તેલ મંગાવા સહીતની સમસ્યા ઉદભવી છે. ત્યારે છેલ્લા આઠ દિવસનું બીલ ચુકવાશે કે નહી તે જોવાનું રહ્યું કે પછી આંગણવાડી મહીલાઓને સામાન્ય પગારમાં પણ પોતાના ખર્ચે ખરીદી કરવાનીજ રહેશે ? આમ તંત્ર દ્રારા બાળકોના હિતને ધ્યાને રાખી તાત્કાલીક ખાવાના તેલની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તો બાળકોનો પુરતો નાસ્તો ખોરાક મળી રહે અને મહીલા સંચાલકોને પોતાના ખર્ચે રોકાણ કરવાનો વખત ન આવે..
બોક્ષ્ – સરકાર માંથી બે માસથી તેલનો જથ્થો આવેલ નથી…ઇન્ચાર્જ સીડીપીઓ..
આ બાબતે ઇન્ચાર્જ સીડીપીઓ રમીલાબેનનો સંપર્ક કરતા તેમણે જણાવેલ હતું કે બે માસથી સરકાર માંથી તેલનો જથ્થો આવેલ નથી. તેથી અમો સ્થાનિક ખરીદી કરાવીએ છે. અને આંગણવાડી કેન્દ્ર પર કર્મચારી દ્રારા તેલ ખરીદવામાં આવે છે જેનું બિલ ચુકવી આપવામાં આવે છે..
