ધોલાઈ ઘાટ મુદ્દે ગ્રામજનોએ વિવાદ કરતા જીપીસીબી અધિકારીઓએ કરી લાલ આંખ.
રાજકીય ઓથ ધરાવતા યુનિટોને બચાવતા હોવાનાં આક્ષેપોથી કરી આખ.
વિશ્વ વિખ્યાત જેતપુરના સાડી ઉદ્યોગમાં સરકાર માન્ય યુનીટો ઉપરાંત મંજૂરી વગરના યુનીટો દ્વારા પ્રદુષણ ફેલાવી જળ, વાયુ અને જમીનને અતિ પ્રમાણમાં પ્રદુષિત કરી નાખ્યાંની અનેક ફરિયાદો અગાઉના સમયમાં નોધાઇ સૂકીશે
આ પંથકમાં સાડી ધોવાના ગેરકાયદેસર ધમધમી રહેલા ઘાટને લઈ સમગ્ર વિસ્તારમાં કુવા, બોર, નદીઓમાં લાલ પાણી આવી ગયા છે. આ બાબતને ગંભીરતા ધ્યાને લઇ જીપીસીબી દ્વારા તમામ ગેરકાયદેસર સાડી ધોવાના ઘાટ પર તૂટી પડવાના આપવામાં આવેલા આદેશ બાદ અધિકારીઓએ અગાઉ ધોલાઈ ઘાટો તોડી પાડયા.હતા
જેતપુર જીપીસીબીની ટીમ રબારીકા ધોલાઈ ઘાટના સર્વે કરવા માટે ગયેલ ત્યારે ગ્રામજનોએ ધોલાઈ ઘાટ મુદ્દે વિવાદ કર્યો હતો તેમજ રાજકીય ઓથ ધરાવતા મોટા સોફર યુનિટી નો બક્ષવામાં આવતા હોય તેવા આક્ષેપો કર્યા હતા તેમજ ગ્રામજનોની ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને કાર્યવાહી ની માંગ સાથે અધિકારીઓ સાથે અનઅધિકૃત રીતે પ્રદૂષણ ફેલાવતા સોફર યુનિટો પર જઈ કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
પ્રદુષણ ફેલાવતા યુનીટોની તપાસ ટીમ દ્વારા કરવામાં 3 યુનીટોને નોટીસ આપવામાં આવી હતી.તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
હરેશ ભાલીયા જેતપુર


