ઊના તાલુકામાં કોરોના પોઝીટીવ કેઇસની સંખ્યા દિવસે દિવસે વધારો થઇ રહ્યો હોય તેમ રોજના ૧૦ થી વધુ કેઇસો તો આવતાજ હોય છે. પરંતુ આજે ૧૨ કોરોના પોઝીટીવ કેઇસો સામે આવ્યા હતા. આ સીવાય ખાનગી હોસ્પીટલમાં તાવ, ઉધસ, સર્દી, ગળામાં દુખાવા સહીતના કેઇસો વધુ જોવા મળી રહ્યા છે. અને રોજના ૫૦૦ થી વધુ લોકોના રેપીટ તેમજ આરટીપીસીઆર દ્રારા કોરોના ટેસ્ટ થતા હોવાનું જાણવા મળેલ. જોકે લોકોએ કોરોનાથી બચવા મોઢે માસ્ક જરૂરી છે. જ્યારે ઉના શહેર અને તાલુકામાં એક દિવસમાં ૨૨૦૦ વ્યક્તિઓએ કોરોનાની વેક્સીનના ડોઝ લીધેલ છે. જેમાં પેલો, બીજા ડોઝ, અને ૧૫ થી ૧૮ વર્ષના તેમજ ૬૦ વર્ષથી વધુ ઉમર ધરાવતા લોકોએ બુસ્ટર ડોઝ સહીતના કુલ ૨૨૦૦ લોકોએ વેક્સીન લીધી હોવાનું આરોગ્ય વિભાગે જણાવેલ હતું.
