રિપોર્ટ.મકસુદ કારીગર,કઠલાલ
ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘ અને રોયલ એકેડમી દ્વારા અનેક સારા કાર્યો કરવામાં આવે છે જે અંતર્ગત કઠલાલ ખાતે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું રાજ્ય સભા સાંસદ અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘના પ્રદેશ અધ્યક્ષ જુગલજી ઠાકોર દ્વારા અનેક સેવકીય પ્રવુતિઓ કરવામાં આવે છે ત્યારે તેમના જન્મદિવસ ને લઇ સેવાકીય પ્રવુતિઓ ના ભાગરૂપે અને રોયલ એકેડમી દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હાલ પોલીસ ભરતી મા પણ રોયલ એકેડમી દ્વારા 250જેટલાં લોકોને તાલીમ આપવાનું ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે હાલ ના સમય મા રક્ત એજ જીવન ના ઉદેશ્ય ને લઇ ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘ અને રોયલ એકેડેમી દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો જેમાં મોટી સંખ્યા મા રક્તદાતાઓ એ રક્તદાન કર્યું આ કાર્યક્રમ ને સફળ બનાવવા ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘના કાર્યકરો અનેરોયલ એકેડમી નો સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓએ ખૂબ જહેમત ઉઠાવી હતી અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોર, કઠલાલ પંથકના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી, જયંતીભાઈ સોઢા,કઠલાલ ભાજપ શહેર પ્રમુખ બિપીનભાઈ પટેલ,કઠલાલ તાલુકા ભાજપ પ્રમુખ કિરણસિંહ ડાભી તેમજ જીકે ટીવીએસ ના રાજેન્દ્રસિંહ ઠાકોર, મહેશ ભાઈ ચૌહાણ, વિજય સિંહ સોઢા પરમાર, સંજય અગ્રવાલ તેમજ કઠલાલ ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો તેમજ નગરપાલિકા કાઉન્સિલર ઉપસ્થિત રહ્યા હતા.

