ઊના – ઊના શહેરમાં ચોમાસાની સીઝન દરમ્યાન ભારે વરસાદના કારણે રસ્તાઓ બિસ્માર બની ગયા હતા. અને ઉના માંથી પસાર થતો ભાવનગર નેશનલ હાઇવે પર આવેલ મચ્છુન્દ્રી નદી ઉપરનો પુલના રસ્તામાં મસમોટા ભયંકર ખાડા પડી ગયા હતા. જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડતી હતી. અને રસ્તા પરથી પસાર થતા શાળાના વાહનોમાં જતાં બાળકો સહીતના નાના મોટા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડતો હતો. જેથી લોકોને પડતી મુશ્કેલીને દૂર કરવા માટે પૂર્વ ધારાસભ્ય કે સી રાઠોડે પોતાના સ્વખર્ચે પુલ પરના અતિ બિસ્માર રસ્તાને જે સી બી ની મદદથી રસ્તા પર પડેલા ખાડાને લેવલ કરી અને બાદમાં રસ્તાને રીપેરીંગ કરવાની કામગીરી કરવામાં આવી હતી. આથી અહીંથી પસાર થતાં હજાર વાહન ચાલકોને સમસ્યાનો હલ થતાં લોકોએ પણ પૂર્વ ધારાસભ્યની કામગીરીને પ્રશંસા કરી હતી. અને છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા હલ થતાં લોકોમાં રાહત પ્રસરી ગયેલ હતી.


