ઊના શહેરમાં રાત્રીના સમયે અવાર નવાર ચોરીની ઘટના બનતી હોય છે. અને થોડા દિવસ પહેલા ચંન્દ્રકિરણ સોસાયટીમાં પણ મોડી રાત્રીના ત્રણ શખ્સો આંટાફેરા કરતા હોવાના સીસીટીવી ફુટેજમાં જોવા મળેલ ત્યારે શાહ એચ ડી હાઇસ્કુલ પાછળના ભાગે આવેલ હરીઓમ સોસાયટી વિસ્તારના રહીસો દ્રારા મિટીંગ યોજાય હતી. જેમાં ચોરીના બનાવોને ધ્યાને રાખી સોસાયટીમાં રહીસોની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા તેમજ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટેની ચર્ચા કરાય હતી. તેમજ હરીઓમ સોસાયટીના પ્રમુખ તરીકે એ એન સોલા, ઉપપ્રમુખ એસ આર પરમાર તરીકે નિમણુંક કરવામાં આવેલ આ મીટીંગમાં રૂપેશભાઇ પટેલ, વિજયભાઇ પરમાર, મહેશભાઇ વઢવાણા, ભરતભાઇ પંડ્યા સહીતના મોટી સંખ્યામાં રહીસો ઉપસ્થિત રહ્યાં હતા


