રાજ્ય સરકાર સંચાલિત ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી કોર્પ. લી. દ્વારા રાસાયણિક ખતરો, જંતુનાશક દવાઓ, પ્રવાહી જૈવિક ખાતરોના વેચાણ માટે તેમજ સરકારશ્રીની જુદી જુદી કામગીરી માટે ઓથોરાઈઝ એગ્રી બીઝનેસ સેન્ટર સ્થાપવા માટે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી માંગવામાં આવે છે. અરજી પત્રક નિગમની છોટાઉદેપુર કચેરી તેમજ ગાંધીનગર ખાતેની વાડી કચેરી પરથી મેળવી શકાશે.
વધુ વિગત નિગમની વેબસાઈટ www.gaic.gov.in પરથી જોઈ શકશે. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી કોર્પ. લી. દ્વારા રાજ્યમાં ખેડૂતોને ઉચ્ચ ગુણવતાલક્ષી ખેત સામગ્રી વ્યાજબી ભાવે મળી રહે તે હેતુ થી કુલ ૧૩૦૦ કરતા વધારે એગ્રો સર્વિસ સેન્ટર અને એગ્રી બીસનેસ સેન્ટરનું સંચાલન કરવામાં આવે છે. વધારે સેન્ટરો સ્થાપવા માટે ઈચ્છુક અને લાયકાત ધરાવનારા ઉમેદવારો અરજી કરી શકે છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
