Gujarat

એન્જીનિયરે તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ કામ તો આવુ જ થશે તેવું તોછડાઇ ભર્યુ વર્તન કર્યુ

ગીરગઢડાના ઝાંખીયા થી ફરેડા રોડના કામમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાની રાવ…

ઊના – ગીરગઢડાના ફરેડામાં ગામમાં સીસી રોડ તેમજ ડામર રોડનું કામ ચાલુ હોય જેમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચવામાં આવતો હોય તેમ રોડના કામ એસ્ટીમેન્ટ મુજબ કરવામાં આવતુ નથી. રોડના કામમાં રેતીનો ઉપયોગ કરવાને બદલે ભરડીયાની ભુકી વાપરવામાં આવતી હોવાથી રોડનું કામ નબળુ કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. તેમજ ઝંખીયા થી ફરેડા ગામની વચ્ચે આવતા પાણીના નિકાલ માટેના નાના-મોટા ત્રણ નાળા આવેલા છે. જેમાં પણ કોઇજાતના પાયા વગર નાળા ઉભા કરી બનાવવામાં આવ્યા છે. ત્યારે લોકો આ રસ્તા પરથી અવાર નવાર વાહનો લઇ પસાર થયા હોય છે. જેથી કોઇ ગંભીર ઘટના ન બને તેને ધ્યાને રાખી રસ્તા પર આવતા ગંભીર વળાંક વાળા રસ્તાને સીધો કરવા, ૧૫ મીટર નાળુ નીચે લેવા, એલાઇમેન્ટ ચેન્જ કરવા અને નાળાને ૧૫ મીટર નીચે લેવામાં આવે તો જંગલની હદની બહાર નિકળી જાય તેમ છે. પરંતુ આજદિન સુધી તંત્ર દ્રારા કોઇપણ જાતનો જવાબ મળેલ નથી. આ બાબતે ઇન્જીનિયર જોરાભાઇને ફરેડા ગ્રામજનો દ્રારા રજુઆત કરતા તેઓએ કહેલ કે તમારે જ્યા જવુ હોય ત્યા જાવ કામ તો આવુ જ થશે. તેવું તોછડાઇ ભર્યુ વર્તન કરેલ. આમ એન્જીનિયર, કોન્ટ્રાક્ટર તેમજ રોડના કામમાં ભ્રષ્ટાચાર આચરનાર તેમાં સંડોવાયેલા તમામ લોકો સામે આક્ષેપો કરી કાયદેસરની કાર્યવાહી કરવા તથા ડામર રોડ તથા સીસી રોડનું કામ એસ્ટીમેન્ટ મુજબ કામ કરવામાં આવે તેવી માંગ સાથે ગ્રામજનો દ્રારા મુખ્યમંત્રી સહીતને સંબોધી ગીરગઢડા મામલતદારને આવેદન પત્ર પાઠવેલ હતું. અને આવનારા ત્રણ દિવસમાં કોઇ કાર્યવાહી કરવામાં નહી આવે તો ગાંધિચિધ્યા માંર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી પણ ઉચ્ચારી હતી.

-ફરેડા-રોડમાં-ભ્રષ્ટાચાર-થયાની-રાવ.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *