આસો મહિનાની નવલી નવરાત્રીનાં મંગલમય દિવસોમાં માં અંબાની આરાધનાનાં ભાગરૂપે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની જીણોદ પ્રાથમિક શાળામાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શાળાનાં તમામ બાળકો, શિક્ષકગણ ઉપરાંત એસ.એમ.સી. સભ્યો ઉત્સાહપૂર્વક ભક્તિભાવે ગરબે ઘુમ્યા હતાં. સમગ્ર વાતાવરણ ગરબાની રમઝટ સાથે ગુંજી ઉઠ્યું હતું. શાળાનાં આચાર્ય શ્રીમતી સુમનબેન પટેલે સૌને નવરાત્રીની શુભેચ્છા પાઠવી હતી.

