Gujarat

કઠલાલના ભગવતી  જે.બી ભટ્ટ દ્વારા આંગણવાડીના બાળકોને દફ્તર ની કીટ વિતરણ કરાઈ.

રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલના બ્રહ્મ સમાજના અગ્રણી અને કઠલાલ માં આવેલ ભગવતી ડેવલોપર્સ ના માલિક જગદીશભાઈ ભટ્ટ (જે બી) દ્વારા આંગણવાડી માં ભણતા દલિત કુટુંબના બાળકો માટે દફતરની કીટનું વિતરણ કરવામાં આવ્યું આ ઉપરાંત સમાજસેવા માટે કાયમી અંતિમ રથની સેવા કરવા બદલ આંગણવાડીના સંચાલકો દ્વારા જગદીશભાઈ નું સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે તેઓએ ભાજપના સાંસ્કૃતિક સેલના મંત્રી તરીકે ગરીબો માટે થતી વિવિધ પ્રવૃત્તિઓ નો અહેવાલ આપ્યો હતો સરકાર શ્રી ની યોજનાનો મહત્તમ લાભ આવા ગરીબ ઘર સુધી પહોંચે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી આમ પોતાના પિતાની પુણ્યતિથિ નિમિત્તે ગરીબ કુટુંબોના વ્યક્તિઓ ને મળી તેમની હૈયા વરાળ સાંભળી હતી તેમજ પોતાનાથી બનતી મદદ કરવાનો પ્રયાસ કરવાની પણ વાત કરી હતી

IMG-20220430-WA0065.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *