રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલમાં જી.સી.ઇ.આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ 2021-22 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.ઇનોવેશન માં ખેડા જિલ્લાના અલગ અલગ તાલુકાઓની આશરે 76 જેટલી પ્રાથમિક શાળાઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ માં પોતાની કૃતિઓ રજૂ કરી હતી.વિદ્યાર્થીઓમાં ઇનોવેશન ને લગતી વસ્તુઓ કે પદ્ધતિ દ્વારા ભણતર વિશે ઉત્સાહ વધે અને કંઈક અલગ પદ્ધતિથી બાળકોમાં ભણતર ઉત્સાહ વધે તેમજ વિદ્યાર્થીઓમાં રહેલા સુષુપ્ત શક્તિઓ બહાર આવે,સર્જનાત્મકતા વધે તેમજ પ્રયત્નોથી શીખ મેળવે તેવા ઉદેશથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.આ બે દિવસીય ઇનોવેશન કાર્યક્રમમાં શાળાઓ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.સમગ્ર કાર્યક્રમ ખેડા જિલ્લા ડી ડી ઓ- મેહુલભાઈ દવે ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.આ કાર્યક્રમમાં 76 જેટલી શાળાઓએ ભાગ લીધો હતો.સમગ્ર કાર્યક્રમ માં જિલ્લા શિક્ષણ અધિકારી,મામલતદાર કઠલાલ તેમજ શિક્ષણ વિભાગના અધિકારીઓ અને કઠલાલ ડાએટના આચાર્ય તેમજ કર્મચારીગણ અને શિક્ષક મિત્રો જોડાયા હતા.સૌ એ ઉત્સાહપૂર્વક મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં રજુ કરેલ કૃતિઓ નિહાળી હતી અને તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી હતી તેમજ કાર્યક્રમ ના વખાણ કર્યા હતા.


