Gujarat

કઠલાલ સરકારી કોલેજ ખાતે 27 જેટલી આશા બહેનોને આરોગ્યલક્ષી ઉત્તમ કામગીરી બદલ એવોર્ડ આપી સન્માનિત કરાયા.

રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ સરકારી કોલેજ ખાતે તાલુકામાં ઉત્તમ કામગીરી બદલ આશા બહેનોને એવોર્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા.કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં આરોગ્યલક્ષી અલગ-અલગ સુવિધાઓમાં આશા બહેનો દ્વારા કરવામાં આવેલ ઉત્તમ કામગીરીને બિરદાવવા તેમજ તેમનો ઉત્સાહ વધે તેવા ઉદ્દેશથી આશા બહેનોને એવોર્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા.કઠલાલ તાલુકાના 27 જેટલા આશા બહેનોને સરકારી કોલેજ ખાતે કાર્યક્રમ યોજી એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત કરાયા.આ કાર્યક્રમમાં કઠલાલ ભાજપના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી તેમજ કઠલાલ નગરપાલિકા કાઉન્સિલર મિતેશભાઇ શાહ,જીગ્નેશભાઈ ભાવસાર,ઈકાજી,અસગર ભાઈ તેમજ ભારતીય જનતા પાર્ટીના ગોપાલભાઈ પટેલ અને રાજેન્દ્રસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.તાલુકા હેલ્થ ઓફિસર સૌરભ શાહ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમજ કઠલાલ તાલુકાની આશા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

IMG_20220106_193605.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *