રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ સીનીયર સીટીઝન ક્લબ દ્વારા 23 મો વાર્ષિક મહોત્સવ તેમજ નવા નિમાયેલા પ્રમૂખ નો સન્માન સમારોહ રોયલ પેલેસ હોટલ ખાતે યોજવામાં આવ્યો
ખેડા જિલ્લામાં અગ્રિમતા ધરાવતી કઠલાલની સીનીયર સીટીઝન ક્લબ નો 23 માં વાર્ષિક મહોત્સવ રોયલ પેલેસ હોટલ ખાતે આજરોજ હોટેલના માલિક જયેશભાઈ ભાવસાર ના અધ્યક્ષપણા હેઠળ યોજવામાં આવ્યો આ પ્રસંગે ક્લબના પ્રમુખ ગુણવંત સુથાર દ્વારા સૌ મહેમાનો ને શબ્દો દ્વારા આવકારવામાં આવ્યા તેમજ વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા ક્લબના મંત્રી અરવિંદભાઈ શર્માએ ક્લબ દ્વારા કરેલ વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કર્યો હતો આ પ્રસંગે હોટેલના માલિક જયેશભાઈ ભાવસાર ને કોરોના કાળ દરમિયાન તેમને કઠલાલ નગર માટેવિના મૂલ્યે આપેલ ટિફિન સેવા ને બિરદાવવામાં આવી હતી તેમજ ક્લબ દ્વારા સન્માનપત્ર આપી સાલ ઓઢડી તેમનું સન્માન કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે સમાજસેવી મહિપતસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે વડીલોના આશિર્વાદ મેળવ્યા હતા કઠલાલ કલબના ભૂતપૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ આ અશોકભાઈ ઠાકોર ના સુપુત્ર પ્રશાંતભાઈ ઠાકર દ્વારા દરેક સિનિયર સિટીઝન ભાઈઓ-બહેનોને તેમની પ્રતિકૃતિ રૂપ એ નાની ભેટ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે ખેડા જિલ્લા ફેડરેશનના સલાહકાર ભાસ્કરભાઈ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહી સભ્યોને ક્લબ નું મહત્વ સમજાવ્યું હતું અને પ્રેરણાદાયી વક્તવ્ય રજૂ કર્યું હતું અતિથિ વિશેષ તરીકે કે કે.પટેલ ભૂતપૂર્વ આચાર્ય દાણા હાઇસ્કુલ તેમણે સભ્યોને દૃષ્ટાંત દ્વારા જીવન જીવવાની સાચી પદ્ધતિ ની સમજણ આપી હતી કઠલાલ ના કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખ નથુભાઈ પોકાર દ્વારા ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષામાં ઉત્તમ ગુણ પ્રાપ્ત કરનાર પુત્ર પૌત્રીઓ ને ઇનામો આપવામાં આવ્યા હતા તદુપરાંત ક્લબના મેમ્બરો માં જેમને 70 વર્ષ પુરા કર્યા હોય તેવા મેમ્બરો ને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે નવા નાણાકીય વર્ષના કલબના પ્રમુખ તરીકે અરવિંદભાઈ શર્મા ની નિમણૂક કરવામાં આવી હતી જેમને ક્લબના સભ્યો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી ભૂતપૂર્વ પ્રમુખ એ તેમનો આભાર પ્રગટ કર્યો હતો આ પ્રસંગે સેવાભાવી બીપીનભાઈ પ્રભુદાસ પટેલ ,લાલાભાઇ પટેલ શાકભાજીવાળા ,નીલમ ભાઈ શાહ અનારા સરપંચ શતેમજ ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા નવા નિમાયેલા પ્રમૂખ ને સૌ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા તેમજ ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવી આશા વ્યક્ત કરી હતી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કિરીટભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ આર.જે પટેલ દ્વારા પધારેલા સૌ કોઈનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


