Gujarat

કળીયુગમાં પણ હજી સાચા માણસો છે. રાણપુરમાં ગીબરોડ ઉપરથી પૈસા ભરેલુ પાકીટ મળતા મુળ માલીકને શોધી પાછુ  આપ્યુ.

હાલ કળીયુગના સમયમાં પણ માનવતા અને માણસાઈ જીવંત છે જેનો દાખલો બોટાદ જીલ્લાના રાણપુરમાં બન્યો છે.રાણપુરના સબ્બીરભાઈ માંકડ(ભાણભાઈ)ને ગીબરોડ ઉપરથી પૈસા ભરેલુ પાકીટ મળી આવ્યુ હતુ.સબ્બીરભાઈ માંકડ(ભાણભાઈ)ને આ પાકીટ મુળ માલીક ને પાછુ આપવુ હતુ અને તેઓએ પાકીટમાં રહેલી ચિઠ્ઠી જોતા કરીયાણાની દુકાનનુ બીલ હતુ અને તેઓએ કરિયાણાની દુકાને જઈને તપાસ કરતા આ પાકીટ કોઈ મહીલા નુ છે અને આ મહીલા દેવળીયા ગામની છે તેવુ જાણવામાં આવતા તેઓએ આ મહીલાનો સંપર્ક કરતા આ પાકીટ દેવળીયા ગામના જશુબેન જીવણભાઈ કોલાદરા હોય આ મહીલાને રૂબરૂ બોલાવી ખરાઈ કરી રૂ.૪૦૦૦ ભરેલુ પાકીટ સબ્બીરભાઈ માંકડ(ભાણભાઈ)એ પાકીટ પાછુ આપી માનવતા અને ઉદારતા નું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડી સમાજને એક નવો સંદેશ આપ્યો હતો.અને મહીલા ને પોતાનુ પાકીટ પરત મળતા તેઓના ચહેરા પર ખુશી દેખાઈ હતી…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *