કવાટ નગર ની વર્ષો જૂની માંગ પૂર્ણતા નગરજનોમાં ખુશી જોવા મળી
સાંસદ ગીતાબેનરાઠવા દ્વારા નર્મદાના પાણી ની આરતી ઉતારી વધામણા કર્યા
કવાટના નગરજનો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે માં નર્મદા નદીના નીર નું આગમન કવાટ નગર ખાતે થતા લોકોમાં હર્ષની લાગણી જોવા મળી હતી કવાટ ગ્રામ પંચાયતના વારિગૃહ ખાતે મા નર્મદાના નીરના આગમન થતાં લોકોમાં ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો હતો
કવાંટ નગરજનોને કેટલા સમયથી પાણીની સમસ્યાને લઇને ખૂબ તકલીફ વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે આજે પાણીની સમસ્યાનો અંત આવ્યો હોય ત્યારે આજે કવાટ ગ્રામ પંચાયતના વારીગૃહમાં માં નર્મદાનું પાણી આવતા કવાટ નગરજનોના આતુરતાનો અંત આવ્યો હતો
આ કાર્યક્રમમાં છોટાઉદેપુર સંસદ ગીતાબેન રાઠવા કવાંટ ગ્રામ પંચાયત સરપંચ ડેપ્યુટી સરપંચ જેમાં સૌ ગ્રામજનો અને સરપંચ તથા તમામ સભ્યશ્રીઓ આ પ્રસંગે હાજર રહ્યા.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


