Gujarat

બોડેલી સહિત જિલ્લામાં આગામી ચાર-પાંચ દિવસ દરમિયાન  છુટો છવાયો વરસાદ  પડવા ની આગાહી

છોટાઉદેપુર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં અનેક વિસ્તારોમાં આગામી ચાર-પાંચ દિવસ દરમ્યાન છૂટો છવાયો વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી રહી છે હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે  જિલ્લા સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવો સાથે ગાજવીજ વરસાદ પડી શકે છે વરસાદની સાથે સાથે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા ની પણ શક્યતા સેવાઇ રહી છે હવામાન વિભાગના આગાહી પ્રમાણે આગામી શનિ-રવિ ના રોજ વરસાદ પડવાની શક્યતા સેવાઇ રહી છે છેલ્લા બે-ત્રણ દિવસથી તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે બફારો વધતા લોકો તોબા પોકારી ઉઠયા છે ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ-ચાર દિવસ બાદ છુટો છવાયો વરસાદ પડવાની શક્યતા સેવાઇ રહી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220609-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *