લોકેશન.ખેડા-મહુધા
રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
આજ રોજ કુરેશી યુવક મંડળ અને કુરેશી ભટીયારા જમાત અલીણા દ્વારા એ.બી.સી. ટ્રસ્ટ અમદાવાદ ના સહયોગ થી અલીણા મુકામ પર ફ્રી મેગા મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો..
જેમાં આસ પાસ ના ગામડાઓ સહીત કુલ 800 થી વધુ દર્દીઓએ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો. જેમાં હાડકા ને લાગતા તમામ રોગ ના નિષ્ણાંત ડૉ. જુનેદ શેખ (એમ.એસ.) ડૉ. ઓવેશ વિરાણી મેડીસિન ફિજીશીયન,
ડૉ. સમીર પાઘદાર (ડી.એન.બી. ગેસ્ટ્રો)
ડૉ. અઝહરુદ્દીન શેખ (એમ. એસ)
ડૉ. સફીકા મન્સૂરી (ગાયનિક) ડૉ. સોયેબ મન્સૂરી (ગાયનિક) ડૉ. પરવેજ આલમ આંખ ના નિષ્ણાંત,
ડૉ. શકીલ વડાલીવાળા (પીડિયાટ્રીટ),
ડૉ. સાર્થક દવે (સાયકાટ્રીટ) ડૉ. મકસુદ શેખ (મેડિકલ ઓફિસર) તથા ડૉ. રોહન શેખ સ્કિન (સ્પેશિયલિસ્ટ) જેવા તમામ ગોલ્ડ મેડલિસ્ટ ડોકટરો ની ટીમ દ્વારા દરેક પ્રકાર ના દર્દીઓ ને સેવા પુરી પાડવામાં આવી. જેમાં અલીણા કુરેશ ભટીયારા જમાત અને કુરેશ યુવક મંડળ દ્વારા આવેલ દરેક મહેમાનો ને દરેક પ્રકાર ની સુવિધા પુરી પાડવામાં આવી હતી..
સમગ્ર કેમ્પનું આયોજન અલીણા કુરેશ ભટીયારા જમાત તથા કુરેશ યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમ માં મુખ્ય મહેમાન પીરે તરીકત હાજી મુબીનુદ્દીન બાવા તથા 12 ગામ કુરેશ જમાત નાં વડીલો, અને ખિદમત ટ્રસ્ટ ની ટીમ હાજર રહી હતી.
કુરેશ ભટીયારા જમાત તથા કુરેશ યુવક મંડળ અલીણા દ્વારા આવેલ દરેક મહેમાનો નું આભાર વ્યક્ત કર્યું હતું.


