Gujarat

સ્વાગત હોટલ પાસે સલામતી એ જ સુરક્ષા અંતર્ગત એમજીવીસીએલ કાર્યક્રમ યોજાયો.

કઠલાલ મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા સ્વાગત હોટલ પાસે સલામતી એક સુરક્ષા અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો.સમગ્ર કાર્યક્રમ બી.એ.ગોહેલ કાર્યપાલક ઇજનેર મહેમદાવાદ ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.આ કાર્યક્રમમાં આવનાર ચોમાસાના સમયમાં તેમજ મેન્ટેનન્સ કરતી વખતે તમામ ની સલામતી અને સુરક્ષા સાથે કામગીરી થાય અને સુરક્ષાના તમામ નિયમોનું ધ્યાન રાખવામાં આવે તથા કેવી તકેદારી રાખવી અને શું ધ્યાન રાખવું જેથી અકસ્માત રોકી શકાય તે બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે કઠલાલ એમ.જી.વી.સી.એલના ડેપ્યુટી એન્જિનિયર એચ.એલ.ભણસોલ, યુવરાજસિંહ મકવાણા સહિત અધિકારીઓ અને મધ્ય ગુજરાત વીજ કંપની નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.સમગ્ર કાર્યક્રમ દરમિયાન સલામતી એ જ સુરક્ષા બાબતે સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

IMG-20220609-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *